રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ખેતરો બેટમાં ફેરવાતા પાક બરબાદ, ખેડૂતો દ્વારા વળતરની માંગ

ભાભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ખેતરો બેટમાં ફેરવાતા પાક બરબાદ, ખેડૂતો દ્વારા વળતરની માંગ

ભાભર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદ અને આસપાસના તાલુકાનું વરસાદી પાણી ભરાવાને કારણે ખેતીવાડીને ભારે ફટકો પડ્યો છે. ઠેર ઠેર કેનાલો તૂટી જતાં જમીન ધોવાણ સાથે ઉભા પાકો પણ પાણીમાં તણાઈ ગયા છે.

78.jpg 135.73 KB
મોટાભાગના ખેતરોમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તો કમર સુધી પાણી પહોંચી ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.કેનાલો તૂટવા નું મુખ્ય કારણ અન્ય તાલુકાનું વધારાનું પાણી આવતા ભાભરની મુખ્ય અને ગૌણ કેનાલો ઠેર ઠેર તૂટી ગઈ છે. જેના કારણે ખેતરોમાં એકસાથે પાણી ઘૂસી ગયું. જમીન ધોવાણ સતત વહેતા પાણીથી ફળદ્રુપ ઉપરની માટી વહી ગઈ છે, જેની અસર આગામી સિઝન પર પણ પડશે તેવું ખેડૂતો નું માનવું છે.

કયા પાકને સૌથી વધુ નુક્સાન ખેડૂતોના જણાવ્યા મુજબ આ વખતે વાવવામાં આવેલા મુખ્ય ત્રણ પાકને સૌથી વધુ નુક્સાન થયું છે.  એરંડા, જુવાર અને મગફળી ના પાક 80% થી વધુ બરબાદ થઈ ગયા હોવાનો અંદાજ છે. હજુ પાક  તૈયારીમાં હતો ત્યારે જ આ સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નુક્સાનની જાણ થતા જ આજે સવારથી ખેડૂતો ખેતરોમાં પહોંચીને નુક્સાનનો તાગ મેળવી રહ્યા છે. ખેડૂત આગેવાનોએ તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે.  "મહેનત અને ખર્ચ બધું પાણીમાં ગયું. જો હમણાં સર્વે અને સહાય નહીં મળે તો આખું વર્ષ કેવી રીતે ચલાવવું?" એવી લાગણી ખેડૂતોમાં જોવા મળી રહી છે.

હાલ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં તલાટી અને કૃષિ અધિકારીઓની ટીમ દ્વારા ગામવાર નુક્સાનીનો અહેવાલ તૈયાર કરાશે તેવી ખેડૂતો ની માંગ છે.આ ઘટનાથી ભાભરના સેંકડો ખેડૂત પરિવારોની આજીવિકા પર સીધી અસર પડી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર