રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા21 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા જિલ્લા પ્રભારી અને મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ

મહેસાણા જિલ્લા પ્રભારી અને મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ

મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જિલ્લામાં ચાલી રહેલ વિવિધ વિકાસ કામો, રસ્તાના કામોની હાલની સ્થિતિની જાણકારી મેળવી આ તમામ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત જિલ્લા પ્રભારી મંત્રીએ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવતા વિવિધ પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ મહેસાણા અને કડી શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવા સંબંધિતોને સૂચના આપી હતી તેમજ મંત્રીએ જિલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને 'એક પેડ માઁ કે નામ અભિયાન' અંતર્ગત એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો. બેઠક દરમિયાન જગદીશ વિશ્વકર્માએ જિલ્લામાં આવેલ રોડ- રસ્તા, બ્રિજ, અંડરબ્રિજ, કેનાલ વગેરેની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

સંબંધિત સમાચાર