અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમલાઈ કંપા નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. મુંબઈથી ટ્રેક્ટરના સ્પેરપાર્ટ્સ ભરીને જયપુર તરફ જઈ રહેલી આ ટ્રક જ્યારે અમલાઈ કંપા પાસેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન વહેલી સવારે ચાલુ ટ્રકના પાછળના ભાગે અગમ્ય કારણોસર એકાએક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ટ્રકમાં ભરેલા ટ્રેક્ટરના સ્પેરપાર્ટ્સ સળગી ઊઠ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટના અંગે તાકીદે જાણ કરવામાં આવતાં મોડાસા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
મોડાસાના અમલાઈ કંપા નજીક ટ્રેક્ટરના સ્પાર્ટ્સ ભરેલી ટ્રકમાં ભીષણ આગ: લાખોનું નુકસાન

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લી આયોજન અધિકારી વિવાદમાં: ગ્રાન્ટ મામલે તપાસના આદેશ અપાયા
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી-સાબરકાંઠા બાઈક ચોરી: 'કાલબેલિયા ગેંગ'નો સાગરીત ઝડપાયો
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી એન્ટી નાર્કોટિક્સ વિંગની મોટી કાર્યવાહી: મેઘરજના ઝરડા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીવિજયનગર તાલુકામાં રૂ. ૬૪ લાખના ખર્ચે ડામર રોડનું ખાતમુહૂર્ત
1 અઠવાડિયા પહેલા
