ડીસાના સમૌ નાના ગામમાં પ્રેમ લગ્નના રેકેટનો પર્દાફાશ : એક વર્ષમાં 133 લગ્નની નોંધણી

પ્રેમ લગ્નના કાયદામાં સુધારો જરૂરી : ગામલોકોમાં આક્રોશ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાના એવા ગામમાં પ્રેમ લગ્નના નામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. માત્ર એક જ વર્ષમાં, એક જ પંડિત અને ગામના એક જ મંદિરમાં 133 પ્રેમ લગ્નોની નોંધણી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ કરી રહેલા સમાજને વધુ આંદોલન કરવા માટે મજબૂર કર્યા છે.પ્રેમ લગ્ન કાયદામાં સુધારા માટે પાટીદાર અને અન્ય સમાજો દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજાઈ રહી છે, ત્યારે આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
ડીસાના સમૌ નાના ગામમાં આવેલ જોગણી માતાના મંદિરમાં આટલી મોટી સંખ્યામાં પ્રેમ લગ્નો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આ દસ્તાવેજોની ચકાસણી કરતા ઘણા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે.ગામના લોકોનો આક્ષેપ છે કે આટલા મોટા પાયે લગ્ન નોંધણી થઈ હોવા છતાં ગામના સરપંચ કે સ્થાનિક લોકોને તેની કોઈ જાણ જ નથી. ગામના લોકોએ જણાવ્યું કે, 'આજે પણ પ્રેમ લગ્નની વાતો સામે આવી રહી છે, તેના વિશે ગામના લોકોને કોઈપણ પ્રકારની જાણ નથી.' તેમ જ આ ઘટનાથી ગામ અને જોગણી માતાના મંદિરની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું લોકોએ જણાવ્યું છે. ગામના સરપંચ રાજુભા યાદવ દ્વારા આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે આ લગ્નોની નોંધણી અગાઉના તલાટી પંકજભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ લગ્નોની નોંધણી કોર્ટના નિયમ પ્રમાણે કરવામાં આવી હતી. જો કે, સરપંચ અને ગામલોકોનો આક્ષેપ છે કે આ લગ્નો શંકાસ્પદ છે અને તેમાં કૌભાંડ થયું છે.
વર્ષ 2020 અને 2021 માં કુલ 159 લગ્નોની નોંધણી થઈ હતી, જેમાંથી એકલા 2021 ના વર્ષમાં 133 લગ્નો નોંધાયા હતા. આ તમામ લગ્નો એક જ સ્થળે અને એક જ પંડિત દ્વારા કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગામના લોકોની માંગ છે કે આ કૌભાંડમાં સામેલ તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ગામ અને મંદિરની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત થઈ શકે. આ કૌભાંડ દર્શાવે છે કે પ્રેમ લગ્નના નામે દસ્તાવેજોનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે કાયદામાં સુધારાની જરૂરિયાત વધુ સ્પષ્ટ થઈ રહી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના ગાયત્રી મંદિર પાસેથી બાઈક ચોરનાર રાજસ્થાનનો શખ્સ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાSMCનો મોટો દરોડો: ડીસા-પાટણ રોડ પર આસેડા કેનાલ પાસેથી ₹22.13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના વડલાપુરા ત્રણ રસ્તા પાસે કાળમુખી કારની ટક્કરે યુવકનું કરુણ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠામુડેઠા પાટિયા પાસે બસ અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર: મોટી જાનહાનિ ટળી, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
1 દિવસ પહેલા
