રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો લાગી : લોકોમાં ફેલાયેલા ડરને કારણે 'પેનિક બુકિંગ' વધ્યું

મહેસાણામાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો લાગી : લોકોમાં ફેલાયેલા ડરને કારણે 'પેનિક બુકિંગ' વધ્યું
દેશભરમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને સર્જાયેલી અસમંજસની અસર હવે મહેસાણા જિલ્લામાં પણ ઘેરી બની રહી છે. જિલ્લાની ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉનાળાના આકરા તડકામાં લોકો પોતાનો ધંધો-રોજગાર છોડીને કલાકો સુધી ગેસ સિલિન્ડર મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, જેના કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગેસ એજન્સીના સંચાલક રાકેશ શાહના જણાવ્યા અનુસાર કંપની તરફથી પુરવઠો પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે.પરંતુ લોકોમાં ફેલાયેલા ડરને કારણે 'પેનિક બુકિંગ' વધી ગયું છે. અગાઉ જ્યાં દૈનિક 500-600 સિલિન્ડરની માંગ રહેતી હતી તેની સામે અત્યારે 1500થી વધુ લોકો ઉમટી રહ્યા છે. આ અચાનક વધેલા ધસારાને કારણે IVRS બુકિંગ સર્વર પણ ક્રેશ થઈ ગયું છે.જેનાથી ઓનલાઇન બુકિંગમાં મુશ્કેલી પડી રહી છે. જે ગ્રાહકો પાસે બે સિલિન્ડર છે તેઓ પણ ભવિષ્યની ચિંતામાં અત્યારથી જ લાઈનોમાં ઊભા રહી રહ્યા છે, જે ખરેખર જરૂરી નથી. સ્થાનિક ગ્રાહકોના જણાવ્યા મુજબ, બુકિંગ માટેના ફોન નંબર છેલ્લા એક અઠવાડિયાથી લાગતા નથી. સવારના 7-8 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતાં બપોર સુધી વારો આવતો નથી. ખાસ કરીને જે પરિવારો પાસે માત્ર એક જ સિલિન્ડર છે, તેમના રસોડામાં ચૂલો સળગવો મુશ્કેલ બન્યો છે. લોકોએ આ સ્થિતિની સરખામણી નોટબંધી સમયની લાઈનો સાથે કરી છે. તંત્ર અને એજન્સીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર