રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના વોર્ડ નં.૯માં સીસી રોડ પાસ થયેલ છતાં કામ હાથ ન ધરતા સ્થાનિકો લાલઘૂમ

ડીસાના વોર્ડ નં.૯માં સીસી રોડ પાસ થયેલ છતાં કામ હાથ ન ધરતા સ્થાનિકો લાલઘૂમ

ડીસા જનરલ સભામાં વોર્ડ ૯ માં પાસ થયેલ સીસી રોડ થતાં ભૂગર્ભ ગટરો ના કામ હાથ ન ધરાતા સ્થાનિકોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. ડીસા વોર્ડ નં.૯માં આવેલ નુરાની પાર્કમાં સીસી રોડ તથા દેવી પૂજકવાસમાં સીસી રોડ તથા મોહમદ પૂરા મદીના મસ્જિદ પાસે સીસી રોડ તથા મૌલા અલી પાર્લરથી અસગરી સોસાયટી સુધી નો સીસી રોડ તથા બડાપૂરા તથા ગંજીપૂરાના ભૂગર્ભ ગટરોનું કામ હાથ ન ધરતા સ્થાનિકોએ નગરપાલિકા સામે રોષ થકવી વિરોધ વ્યક્ત કર્યો હતો.  સ્થાનિક રહીશ રાજુભાઈ કુરેશીએ જણાવ્યું કે આ અંગે અનેક વાર નગરપાલિકામાં જાણ કરેલ સર્વે થઈ ગયો છે ટુંક સમયમાં થઈ જશે તેવા આશ્વસનો આપવામાં આવે છે. આ વાતને દોઢ વર્ષ થઈ ગયું પરંતુ હજુ સુધી કામ હાથ ન ધરતા સ્થાનિકો આગામી સમયમાં આવનાર. નગરપાલિકામાં ભૂગર્ભ તથા રોડ નહિ તો વોટ ન આપવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે સ્થાનિક રહીશ ઝાકીર ભાઈ સોલંકીએ જણાવ્યું કે નગરપાલિકા દ્વારા ઘર વેરા, સફાઈ વેરા  સહિતના વેરા વસૂલ કરાય છે. પરંતુ પૂરતી સુવિધા ન આપતા આગામી નગરપાલિકાની ચૂટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.  આ અંગે પ્રમુખ નીતાબેન ઠકકર આ વિસ્તારની મુલાકાત લઈ નગરજનોને પડતી સમસ્યાનો નિકાલ લાવે તેવી માંગ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર