રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના રોબસ મોટી ગામ પાસે દારૂ ભરેલી બ્રેઝા પલટી : 7.66 લાખનો મુદ્દામાલ જપ્ત

ડીસાના રોબસ મોટી ગામ પાસે દારૂ ભરેલી બ્રેઝા પલટી : 7.66 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા એલસીબી ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી એક બ્રેઝા ગાડી ઝડપી પાડી છે. વિઠોદર ચાર રસ્તા પાસે નાકાબંધી દરમિયાન ગાડીના ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પીછો કરતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. પોલીસે કુલ રૂ. 7,66,874/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ચાલક ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ રાજ્ય સરકારની દારૂબંધીની ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ખાસ કરીને રાજસ્થાન સરહદેથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

આ સૂચનાના આધારે, એલ.સી.બી., પાલનપુરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીની ટીમોને દારૂબંધી અંગે કાર્યવાહી કરવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો.  ટીમના એએસઆઈ  મુકેશભાઈ ડાહ્યાભાઈ અને પીસી પ્રવિણકુમાર ભીમાજીને મળેલી બાતમીના આધારે, ટીમે વિઠોદર ચાર રસ્તા પાસે નાકાબંધી ગોઠવી હતી. દારૂ ભરેલી બ્રેઝા ગાડી (નં. GJ03NF0452) ના ચાલકે પોલીસને જોઈને ગાડી ભગાવી હતી. પોલીસે પીછો કરતા રોબસ મોટી ગામની સીમમાં ગાડી પલટી ખાઈ ગઈ હતી અને ચાલક નાસી છૂટ્યો હતો.

પોલીસે ગાડીમાંથી પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો/બિયર નંગ-૧૧૦૮, જેની કિંમત રૂ. ૨,૬૬,૮૭૪/- છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, બ્રેઝા ગાડી જેની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- છે, તેમજ આરસી બુક, ચૂંટણી કાર્ડ અને લાઈસન્સ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા હતા. આમ, કુલ રૂ. ૭,૬૬,૮૭૪/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર