રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ખેરાલુ; નવ ફૂટનો અજગર જોવા મળ્યો,લોકોના ટોળે ટોળા

ખેરાલુ; નવ ફૂટનો અજગર જોવા મળ્યો,લોકોના ટોળે ટોળા

ખેરાલુ શહેરમાં ગઈકાલે રાત્રે એક મોટો અજગર જોવા મળ્યો હતો. સેવા સદન સામે આવેલા કણજીના વૃક્ષ પર 9 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. રાત્રે 2 કલાક સુધી અજગરને પકડવાની કામગીરી ચાલી હતી. સ્થાનિક સાપ પકડનાર મહેમુદખાન અને તેમના પુત્ર અલીખાન તેમજ વન વિભાગના કર્મચારીઓએ સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક કલાકની ભારે જહેમત બાદ અજગરને સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમે અજગરને સુરક્ષિત રીતે તારંગાના જંગલમાં છોડી દીધો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર