રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા27 મે, 2026| Super Admin

ખેરાલુ હિટ એન્ડ રન: દારૂડિયા કાર ચાલકે એકને કચડ્યો, શંકાસ્પદ નંબર પ્લેટ જપ્ત

ખેરાલુ હિટ એન્ડ રન: દારૂડિયા કાર ચાલકે એકને કચડ્યો, શંકાસ્પદ નંબર પ્લેટ જપ્ત

ખેરાલુમાં આજે બપોરના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સિદ્ધપુર ચોકડી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેટા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા માઁ પેટ્રોલ પંપ નજીક લારી લઈને ફ્રૂટનો વેપાર કરતા મહેન્દ્રભાઈ નેનજીભાઈ દેવીપૂજકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, કાર લારીને ખાસ્સા અંતર સુધી ઢસડી ગઈ હતી. આ દુર્ઘટનામાં મહેન્દ્રભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવીને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર માટે વડનગર ખસેડ્યા હતા, જ્યાંથી તેમની સ્થિતિ વધુ નાજુક જણાતા વધુ સારવાર અર્થે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પરિસ્થિતિનો તાગ મેળવીને ઘટનાસ્થળે જ પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. પરંતુ, આ બનાવમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે દુર્ઘટનાગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આ પરથી પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચાલક નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. દારૂ ઉપરાંત કારની અંદરથી જુદી-જુદી નંબર પ્લેટો પણ મળી આવી છે, જેને કારણે આખો મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. અકસ્માત વેળાએ કાર પર 'GJ 02 DP 5141' નંબરની પ્લેટ લગાવેલી હતી, પરંતુ અંદરથી મળેલી અન્ય પ્લેટોને કારણે વાહનનો અસલી નંબર કયો છે અને તેનો સાચો માલિક કોણ છે, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. 

ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કારને જપ્ત કરી લીધી હતી. ખેરાલુ પોલીસે જણાવ્યું છે કે, કારના એન્જિન અને ચેસીસ નંબરના આધારે વાહનના સાચા માલિક અને ફરાર ચાલકની ઓળખ માટેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં ઈજાગ્રસ્ત યુવકના સંબંધીઓએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર