રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કસલપુરા-દુદાસણ : બનાસ નદીમાંથી રેતી ભરી જતા ઓવરલોડ ડમ્પરનો ત્રાસ, વજન કરવા ઉગ્ર માંગ

કસલપુરા-દુદાસણ : બનાસ નદીમાંથી રેતી ભરી જતા ઓવરલોડ ડમ્પરનો ત્રાસ, વજન કરવા ઉગ્ર માંગ

બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાંથી રેતી ખનનનો વ્યવસાય તેજ બન્યો છે, ત્યારે કસલપુરા અને દુદાસણ પંથકમાંથી પસાર થતા ઓવરલોડ ડમ્પરો સ્થાનિકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. નિયમ કરતા વધુ રેતી ભરીને બેફામ દોડતા આ ડમ્પરો સામે હવે કડક કાર્યવાહી કરી તેમનું વજન કરવાની માંગ ઉઠી રહી છે. 

કસલપુરા અને દુદાસણ ગામના માર્ગો પરથી દિવસ-રાત રેતી ભરેલા ડમ્પરોની અવરજવર રહે છે. ઓવરલોડ રેતી ભરેલી હોવાને કારણે માર્ગોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોની માંગ છે કે નદીના પટમાંથી નીકળતા દરેક ડમ્પરનું ચોક્કસ વજન કરવામાં આવે. જો ડમ્પર ઓવરલોડ જણાય તો તેની સામે ખાણ-ખનીજ વિભાગ અને આરટીઓ દ્વારા દંડનીય કાર્યવાહી થવી જોઈએ.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર