રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | કાંકરેજ

કાંકરેજ તાલુકા પંચાયત જંગ : ભાજપ-આપના ૨-૨ અને ૧ અપક્ષ સહિત કુલ ૫ ફોર્મ ભરાયા

કાંકરેજ તાલુકા પંચાયત જંગ : ભાજપ-આપના ૨-૨ અને ૧ અપક્ષ સહિત કુલ ૫ ફોર્મ ભરાયા

ખેતી, પશુપાલન, રોડ-રસ્તા અને આરોગ્ય-શિક્ષણ મુદ્દાઓ કેન્દ્રસ્થાને

કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન તાલુકામાં આજે કુલ પાંચ ઉમેદવારી પત્રો ભરાતા રાજકીય ચહલપહલ તેજ બની છે.

પ્રાપ્ત માહિતી મુજબ તા. 9 એપ્રિલ 2026 ના રોજ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી નરેશભાઈ ચૌધરી સમક્ષ શિહોરી-1 તાલુકા પંચાયત બેઠક માટે આમ આદમી પાર્ટીના રણુંભા કુંવરસિંહ ડાભીએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે ચેખલા બેઠક પર બાબરબેન રમેશજી ઠાકોરે પણ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી ગૌતમ દરજી સમક્ષ રાનેર-1 બેઠક માટે ભાજપમાંથી રાધાબેન કુરાભાઈ જોષી અને સજનબા કથરસિંહ જાદવે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કપિલાબેન દિનુભા જાદવે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદથી જ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે તેજ પ્રયાસો શરૂ થયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગની સ્થિતિ સર્જાઈ રહી છે. હાલમાં ફોર્મ લેવા અને ભરવા માટે સામાન્ય ગતિ જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં વધુ ચહલપહલ વધવાની સંભાવના છે.

આ ચૂંટણીમાં ખેતી, પશુપાલન, રોડ-રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવા સ્થાનિક મુદ્દાઓ મુખ્ય બની રહ્યા છે. ખાસ કરીને શિહોરી તાલુકા પંચાયત બેઠક-1 પર આમ આદમી પાર્ટીના રણુંભા ડાભી કોંગ્રેસ છોડીને આપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે, જેના કારણે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે. કાંકરેજ તાલુકામાં શરૂ થયેલી આ રાજકીય હલચલ આગામી દિવસોમાં વધુ તેજ બનશે અને ઉમેદવારી પ્રક્રિયા આગળ વધતા સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર