રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 ઑગસ્ટ, 2026| Super Admin

કાંકરેજ ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી: ૫ સપ્ટેમ્બરે મતદાન, ભાજપના મેન્ડેટ પર નજર

કાંકરેજ ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી: ૫ સપ્ટેમ્બરે મતદાન, ભાજપના મેન્ડેટ પર નજર

15 ડિરેકટર બેઠક માટે દાવેદારો અને સમર્થકોએ રાજકીય સમીકરણો ગોઠવવાનું શરૂ કર્યું

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા ખરીદ-વેચાણ સંઘના 15 ડિરેકટરની ચૂંટણી જાહેર થતાં જ તાલુકાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. સંઘના વિવિધ ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાનાર હોવાથી સંભવિત દાવેદારો અને તેમના સમર્થકો અત્યારથી જ સક્રિય બની રાજકીય ગણિત ગોઠવવા લાગ્યા છે. ખાસ કરીને ભાજપનું મેન્ડેટ કોને મળે છે અને પેટા કાયદા મુજબ કોણ ઉમેદવારી માટે પાત્ર બને છે ? તેના પર સહકારી ક્ષેત્રની સાથે રાજકીય વર્તુળોની પણ નજર મંડાઈ છે. કાંકરેજ તાલુકાની સેવા સહકારી મંડળીઓના કુલ 101 મતદાર 10 ડિરેક્ટર, ઈતર વિભાગની 21 મંડળીમાંથી 19 મતદારો દ્વારા 2 ડિરેક્ટર જ્યારે દૂધ મંડળી વિભાગના 27 મતદારો દ્વારા 1 ડિરેક્ટર ચૂંટાશે.ઉપરાંત વ્યક્તિ સભ્ય વિભાગમાંથી 2 ડિરેક્ટર માટે પણ મતદાન યોજાશે.

ચૂંટણી જાહેર થતાં જ વિવિધ દાવેદારો અને તેમના સમર્થકો સક્રિય બન્યા છે. કયા ઉમેદવારને કયા જૂથનું સમર્થન મળે છે અને કોણ મેદાનમાં ઉતરે છે ?તે અંગે ચર્ચાઓ તેજ બની છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપનું મેન્ડેટ જેને મળશે તે જ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે. જોકે અંતિમ ચિત્ર ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.બીજી તરફ સંઘના પેટા કાયદા મુજબ રૂ.25 હજારના શેર ધરાવતી મંડળીનો ઉમેદવાર જ ફોર્મ ભરી શકશે તેવી ચર્ચા છે. આ જોગવાઈને લઈને પણ સંભવિત ઉમેદવારોમાં ગણતરી શરૂ થઈ છે. કોણ ઉમેદવારી માટે પાત્ર બને છે અને કયા જૂથમાંથી કેટલા ઉમેદવારો મેદાનમાં આવે છે ? તેના પર સૌની નજર છે.

હવે ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. કોણ મેદાનમાં ઉતરે છે, કોને ભાજપનું મેન્ડેટ મળે છે, કયા જૂથનું સમીકરણ બને છે અને અંતે ડિરેક્ટર પદની બાજી કોણ મારે છે તેને લઈ સમગ્ર જિલ્લામાં ગરમાવો છવાયો છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર