રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સામઢી પાસે કાળમુખો અકસ્માત: બેકાબૂ કાર ઝાડ સાથે અથડાતાં પરિવારના મોભીનું મોત

સામઢી પાસે કાળમુખો અકસ્માત: બેકાબૂ કાર ઝાડ સાથે અથડાતાં પરિવારના મોભીનું મોત

સામઢી રાણાજી વાસ ગામના સીમ વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. ખેતરે જઇ રહેલા એક પરિવારની કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પરના બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

​મળતી વિગતો અનુસાર સામઢી રાણાજીવાસના વતનીઓ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરે ગત તારીખ ૧૨ એપિલ ને રવિવાર ના સાંજ ના સમયે  પોતાની સ્વિફ્ટ કાર નંબર GJ-02-CL-6797 લઈને જઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત નડ્યો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની સાઈડમાં આવેલા બાવળના ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈને પલટી મારી ગઈ હતી.

​આ અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી:​જીગરભાઈ તેજાભાઈ  મકવાણા માથા તેમજ આંખના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. જ્યાંરે તેજાભાઈ વિરમભાઈ મકવાણા પિતાને માથા અને છાતીના ભાગે ઈજા હતી. ​ગીતાબેન જીગરભાઈ  મકવાણા પત્ની શરીરે નાની-મોટી ઈજાઓ થવા પામી હતુ. અને ​શાંતાબેન તેજાભાઈ મકવાણા માતાને  માથાના ભાગે જીવલેણ ઈજા થતાં બ્રેઈન હેમરેજ થયું.​અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં સીટી સ્કેન અને અન્ય રિપોર્ટ બાદ તમામની સારવાર શરૂ કરવામાં આવી હતી. ​જોકે, માથાના ભાગે ગંભીર ઈજાના કારણે બ્રેઈન હેમરેજ ભોગ બનેલા શાંતાબેન તેજાભાઈ મકવાણા નું ટૂંકી સારવાર બાદ ગતરોજ કરુણ મોત નીપજતા સમગ્ર રબારી સમાજ સહિત સામઢી ગામમાં શોકની કાલીમા છવાઇ જવા પામી હતી. જોકે આ બાબતે કોઈ ફરીયાદ થઇ હોવાનું જાણવા મળી રહ્યું નથી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર