રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 જાન્યુઆરી, 2026| Super Admin

જૂનાડીસા-સમૌ માર્ગ પર દોઢ વર્ષ બાદ હાશકારો : 9 કિમીના ડામર કામથી ધૂળની ડમરીઓ અને મુશ્કેલીઓનો અંત

જૂનાડીસા-સમૌ માર્ગ પર દોઢ વર્ષ બાદ હાશકારો : 9 કિમીના ડામર કામથી ધૂળની ડમરીઓ અને મુશ્કેલીઓનો અંત

જૂનાડીસાથી સમૌને જોડતા મુખ્ય માર્ગનું કામ છેલ્લા દોઢ વર્ષથી ગોકળગતિએ ચાલતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. જોકે, છેલ્લા એક સપ્તાહથી જૂનાડીસાથી લુણપુર સુધીના 9 કિલોમીટરના માર્ગ પર ડામર કામ પૂર્ણ થતાં સ્થાનિકો અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ નવો રોડ બનતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જૂનાડીસાથી સમૌ તરફ જતો આ મુખ્ય માર્ગ છેલ્લા એકથી દોઢ વર્ષથી બાંધકામ હેઠળ હતો. આ સમયગાળા દરમિયાન રસ્તો અત્યંત બિસ્માર અને કાચો હોવાથી સતત ધૂળની ડમરીઓ ઉડતી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર નિયમિત પાણીનો છંટકાવ ન કરવામાં આવતા વાહનચાલકોને સામેથી આવતા વાહનો જોવામાં તકલીફ પડતી હતી, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાતો રહેતો હતો. સ્થાનિક રહીશો ધૂળના કારણે શ્વાસની બીમારીઓનો ભોગ બની રહ્યા હતા અને તંત્ર સામે ભારે નારાજગી જોવા મળતી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને લુણપુર સુધીના 9 કિમીના પટ્ટામાં ડામર રોડ બનાવી દેવામાં આવ્યો છે. હાલ 9 કિલોમીટર સુધીનો રસ્તો તૈયાર થઈ જતાં વાહન વ્યવહાર સુગમ બન્યો છે. જોકે, હજુ પણ આગળની અમુક કામગીરી બાકી છે, જે વહેલી તકે પૂર્ણ થાય તેવી લોકમાંગ છે. લાંબા સમયની હાલાકી બાદ તંત્ર દ્વારા કામગીરી વેગીલી બનાવતા સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.    

સંબંધિત સમાચાર