રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં મનપા અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી: 429 એકમો પાસેથી 2.13 લાખનો દંડ વસુલ્યો

મહેસાણામાં મનપા અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી: 429 એકમો પાસેથી 2.13 લાખનો દંડ વસુલ્યો

મહેસાણા મહાનગરપાલિકાની સેનેટરી શાખા અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં આવેલ નાની મોટી રેસ્ટોન્ટ, હોટલ, ફાસ્ટ ફૂડ સહિતના ખાણીપીણી બજાર પર સરકારી તંત્ર દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા બાબતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગત મહિને શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરો નાંખી ગંદકી ફેલાવતા એવા 429 જેટલા એકમો પાસેથી 2.13 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં આવેલી નાની મોટી એમ કુલ 99 રેસ્ટોરન્ટ, હોટેલના માલિકો પાસેથી દંડ પેટે કુલ રૂપિયા 54,100ની વસુલ કરવામાં આવ્યાં છે. જેમાં માર્ચ મહિનામાં જ કુલ 429 ધંધાદારીઓને વિવિધ પ્રકારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં રાત્રી સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાત્રી દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ખાણીપીણીના શોખીનો સહિત વીઆઈપી કલચર વાળા લોકોનો રેસ્ટોરન્ટ, હોટલ, નાસ્તા સ્ટોલ પર અડ્ડો  જમાવેલો જોવા મળે છે. આવા રેસ્ટોરન્ટ, હોટેલ અને ખાણીપીણી બજારો પાસે ગંકદી કરતા ધંધાદરીઓને સેનેટરી શાખા દ્વારા ગત માર્ચ મહિનામાં 2,13,450 રુપિયાનો દંડ ફટકારી તેની વસુલાત કરવામાં આવી હતી.

 જ્યારે ચાલુ મહિને તંત્ર દ્વારા ફક્ત ત્રણ દિવસમા જ ફૂડ ઈન્સ્પેક્ટર સહીતની ટીમ દ્વારા શહેરમાં રેસ્ટોરન્ટ, હોટેલ, પાર્ટી પ્લોટ નજીક ગંદકી કરનારા 69 જેટલા વેપારીઓ સામે પગલાં ભરી રૂ. 54,100નો દંડ ફટકારી વસુલાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા શહેરમાં 108 જેટલી નાની-મોટી રેસ્ટોરન્ટ, હોટેલ આવેલી છે. આ રેસ્ટોરન્ટ, હોટેલો દ્વારા તેનો ભીનો કચરો જાહેરમાં નાંખીને ગંદકી કરવામાં આવતી હોવાથી ફૂડ ઈન્સ્પેક્ટર અને ટીમે કુલ 69 હોટેલ, રેસ્ટોરન્ટના સ્થળોએ ચેકિંગ કર્યું હતુ.અહીં કોઈ સ્વચ્છતા નહીં જળવાતી હોઈ ખાદ્યપદાર્થો લોકોની જિંદગી માટે જોખમ ઉભુ કરવા બદલ કડક કાર્યવાહી ધરી હતી. સફાઈ વહીવટી ચાર્જ પેટે કુલ 429 ધંધાદારીઓ પાસેથી વસુલાત કરવામાં આવી હતી. આમ મહેસાણા મનપા અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી બાદ શહેરમાં આવેલી તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાદારીઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર