રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

હિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા તત્વો સામે એસ.ઓ.જી. પોલીસે લાલ આંખ કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ,  SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને બે શખ્સોને સટ્ટો રમતા રંગેહાથ પકડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીમાં મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹20,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ પોલીસને જોઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. હાલ પોલીસે પકડાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીથી હિંમતનગરના સટ્ટા બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર