રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના શેરપુરામાં જૂની અદાવતે યુવક પર હુમલો : જાનથી મારી નાંખવાની ધમકી મામલે પોલીસ ફરિયાદ

ડીસાના શેરપુરામાં જૂની અદાવતે યુવક પર હુમલો : જાનથી મારી નાંખવાની ધમકી મામલે પોલીસ ફરિયાદ

ડીસા તાલુકાના શેરપુરા ગામે ત્રણ વર્ષ અગાઉ તૂટી ગયેલી સગાઈની જૂની અદાવત રાખી એક શખ્સ દ્વારા યુવકને ગાળો બોલી, ગડદાપાટુનો માર મારી અને છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પીડિતાના ભાઈ રમેશભાઈ જાટે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર ફરિયાદની વિગતો અનુસાર શેરપુરા ગામના વાઘાજી રાહુજી જાટ પોતાના ટ્રેક્ટરના ફેરા માટે પોતાની ફઈના ઘરે ગયા હતા. તે દરમિયાન ત્યાં ગામના જ ખુમાજી મંગળાજી જાટ (ઝુંઝાડીયા) મળ્યા હતા. અને ખુમાજીએ કહ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ તારા મામાના ઘરે કરેલી સગાઈ કેમ તૂટી ગઈ' તેમ કહી જૂની અદાવત રાખી વાઘાજી સાથે ઝઘડો કર્યો હતો. અને ગાળાગાળી કરી મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. બાદમાં વાઘાજી જ્યારે બાઈક લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે  શેરપુરા ગૌશાળા પાસે ખુમાજીએ તેમને રોકી છાતીના ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો.

 તેમજ એટલેથી જ ન અટકતા, પોતાના હાથમાં રહેલી લોખંડની છરી વડે વાઘાજી પર હુમલો કરવા પાછળ દોડ્યો હતો. આ સમયે રમેશભાઈ જાટ, ખેતારામ જાટ તથા અન્ય ગ્રામજનોએ વચ્ચે પડી વાઘાજીનો જીવ બચાવ્યો હતો. બચાવ કરવા આવેલા લોકોની હાજરીમાં જ આરોપી ખુમાજીએ ધમકી આપી હતી કે, "આજે તો આ લોકો આવી જતાં તું બચી ગયો છે, પણ હવે જો અમારા વાસમાં આવીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ત્યાંથી જતા રહેલા જોકે ઘટના બાદ ઈજાગ્રસ્ત વાઘાજીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને સારવાર બાદ આ મામલે તેમના ભાઈ રમેશભાઈ ડીસા તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરતા તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર