રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ઑક્ટોબર, 2026| Super Admin

દાંતીવાડા કેમિસ્ટ એસોસિયેશનની મહત્વની બેઠક યોજાઈ

દાંતીવાડા કેમિસ્ટ એસોસિયેશનની મહત્વની બેઠક યોજાઈ

દાંતીવાડા કેમિસ્ટ એસોસિયેશનની મહત્વની બેઠક પાલનપુર-ડીસા હાઈવે પર આવેલી અલાઈવ હોટલ ખાતે યોજાઈ હતી. નોર્થ ઝોન કેમિસ્ટ એસોસિયેશનના મંત્રી મફતલાલ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દાંતીવાડા કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી સહિતના હોદ્દેદારો તેમજ કેમિસ્ટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન કેમિસ્ટ એસોસિયેશનને લગતા વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને કાયદેસર અને અધિકૃત હોલસેલર પાસેથી જ દવાઓ ખરીદવા, સરકાર માન્ય તથા અધિકૃત કંપનીઓની દવાઓનું જ વેચાણ કરવા અને સરકારના નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કેમિસ્ટોને અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત દવાઓના ખરીદ-વેચાણમાં જરૂરી બિલ અને રેકોર્ડ જાળવવા, દર્દીઓના હિતને પ્રાથમિકતા આપવા તેમજ દવાના વ્યવસાય સાથે સંકળાયેલા નિયમોનું પાલન કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમિસ્ટ એસોસિયેશનના સભ્યોને એકતા જાળવી એસોસિયેશનને વધુ મજબૂત બનાવવા અને સંગઠનને જરૂરી સાથ-સહકાર આપવા આહવાન કરાયું હતું.બેઠકમાં નોર્થ ઝોન કેમિસ્ટ એસોસિયેશનના ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ વર્મા તેમજ પાલનપુર એસોસિયેશનના પ્રમુખ બકુલભાઈ ભેડા અને મંત્રી હરેશભાઈ (વિનાયક મેડિકલ) સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહી હતી.

બેઠક દરમિયાન નોર્થ ઝોન કેમિસ્ટ એસોસિયેશનના મંત્રી મફતલાલ પટેલનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સ્ટેજ પર ઉપસ્થિત કેમિસ્ટ એસોસિયેશનના તમામ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ડીસાના સુહાસભાઈ પટેલ (સુહાસ મેડિકલ) વિશેષ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ તાજેતરમાં “બેસ્ટ ફાર્માસિસ્ટ” એવોર્ડના વિજેતા બન્યા હોવાથી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં દાંતીવાડા કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ વિક્રમભાઈ પરમારે ઉપસ્થિત તમામ મહેમાનો, હોદ્દેદારો અને કેમિસ્ટ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બેઠકના અંતે સૌએ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.

સંબંધિત સમાચાર