રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઈડરના વૉર્ડ નં. ૩ ના રહીશો માટે કોમન પ્લોટની માંગ, ભીમ આર્મીએ આવેદનપત્ર પાઠવ્યું

ઈડરના વૉર્ડ નં. ૩ ના રહીશો માટે કોમન પ્લોટની માંગ, ભીમ આર્મીએ આવેદનપત્ર પાઠવ્યું

ઈડર નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

સાબરકાંઠા જિલ્લાના ઈડર નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભાંભી વાસ નંબર–૧ ના રહીશોને વસ્તીના પ્રમાણમાં સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન, મરણ, ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડા માટે કોઈ ખુલ્લી જગ્યા ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જગ્યાના અભાવે રહીશોને પોતાના તમામ પ્રસંગો જાહેર રસ્તા પર કરવાની ફરજ પડે છે, જેના કારણે વાહન વ્યવહારમાં મોટો અવરોધ ઊભો થાય છે અને સ્થાનિક રહીશો તેમજ ત્યાંથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભાંભી વાસ નંબર-૧ ના રહીશોની વર્ષો જૂની માંગણી છે કે તેમના વિસ્તારની પાછળ આવેલ પાણીના ટાંકા અને બિન-ઉપયોગી શૌચાલય પાસે નગરપાલિકાની ખુલ્લી જગ્યા આવેલી છે, જે આ વિસ્તારના લોકોના સામાજિક પ્રસંગો માટે ફાળવવામાં આવે.

આ વ્યાજબી માંગણી સાથે ભીમ આર્મી સાબરકાંઠાના અધ્યક્ષ એડવોકેટ રાહુલ બૌદ્ધની આગેવાનીમાં ઈડર નગરપાલિકાના પ્રમુખને એક લેખિત આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે સ્થાનિક વહીવટી તંત્ર વહેલી તકે આ જગ્યા ફાળવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે ભાંભી વાસ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકા વહેલી તકે હકારાત્મક પગલાં ભરે તેવી આશા વ્યક્ત કરી હતી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Idar

સંબંધિત સમાચાર