રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝામાં ટેક્સ ચોરીનું મસમોટું કૌભાંડ: લાખોની કિંમતનો ગેરકાયદેસર પાન-મસાલાનો જથ્થો ઝડપાયો

ઊંઝામાં ટેક્સ ચોરીનું મસમોટું કૌભાંડ: લાખોની કિંમતનો ગેરકાયદેસર પાન-મસાલાનો જથ્થો ઝડપાયો

ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ 

  ઊંઝા પાટણ રોડ પરથી પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ કન્ટેનરને આંતરીને તપાસ કરતા તેમાંથી લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર પાન-મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો છે. આ મામલે પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી સરકાર સાથે છેતરપિંડી કરવાનો ગુનો દાખલ કર્યો છે.

ઊંઝા પોલીસને બાતમી મળી હતી કે દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલા એક ટાટા કન્ટેનર માં બિલ વગરનો શંકાસ્પદ માલ ભરેલો છે. પોલીસે વૃદ્ધાશ્રમ પાસે વોચ ગોઠવીને ટ્રકને અટકાવી હતી. તપાસ દરમિયાન ડ્રાઇવર પાસે 'ઈ-વે બિલ' (E-Way Bill) મળી આવ્યું ન હતું. જ્યારે પોલીસે કન્ટેનર ખોલાવ્યું ત્યારે તેમાંથી સીગ્નેચર પાન-મસાલા અને મેક્ષીમસ તમાકુના કુલ 120 બોરા મળી આવ્યા હતા. કુલ જથ્થો 120 બોરા પાન-મસાલા અને તમાકુ માલની કિંમત: ₹72,50,000 થવા જાય છે 

પોલીસે જ્યારે ઇન્વોઇસ બિલમાં દર્શાવેલા હૈદરાબાદના સરનામે તપાસ કરાવી, ત્યારે જાણવા મળ્યું કે ત્યાં 'શિવા ઇન્ટરપ્રાઇઝ' નામની કોઈ પેઢી જ નથી, પરંતુ એક રહેણાંક એપાર્ટમેન્ટ આવેલું છે. મકાન માલિકે જણાવ્યું હતું કે તેમનો કોઈ જીએસટી નંબર નથી અને તેમના સરનામાનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુમાં, જીએસટી વિભાગની તપાસમાં બહાર આવ્યું કે માલ મોકલનાર પેઢીએ માર્ચ 2026નું રિટર્ન ભર્યું નથી અને માલ ખરીદનારનો જીએસટી નંબર તો ફેબ્રુઆરી 2026થી જ કેન્સલ થઈ ગયેલો છે.

પોલીસે આ મામલે નીચે મુજબના શખ્સો સામે બી.એન.એસ. (BNS) ની વિવિધ કલમો હેઠળ 1. આદિલ હનિફ ખાન (ડ્રાઇવર - રહે. રાજસ્થાન) 2. કાસમ (રહે. રાજસ્થાન) 3. એસ.પી. અલવર 4. મોઇન અલી સામે ગુનો નોંધી હાલમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. કાપડીયા આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર