બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક આધેડ વયના કોન્ટ્રાક્ટરને આયોજનબદ્ધ રીતે જાળમાં ફસાવી, અશ્લીલ વર્તનનો વીડિયો બનાવી પાંચ લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
ઘટનાની વિગત મુજબ, ભોગ બનનાર કોન્ટ્રાક્ટરને દવા અંગેની વાતચીત કરવા માટે ચંડીસર ખાતે આવેલી એક ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટર જ્યારે ઓફિસમાં ગયા ત્યારે ત્યાં હાજર એક મહિલાએ તેમની સાથે અશ્લીલ વર્તન અને ચેનચાળા કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અગાઉથી નક્કી કર્યા મુજબ બહારથી ત્રણ અજાણ્યા શખ્સો ઓફિસમાં ત્રાટક્યા હતા.
અચાનક આવેલા શખ્સોએ કોન્ટ્રાક્ટરને ધમકાવી, બદનામ કરવાની બીક બતાવી તેમની પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ હની ટ્રેપમાં ફસાયેલા કોન્ટ્રાક્ટરે હિંમત દાખવી અંતે પાલનપુર તાલુકા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે અક્ષય ઉજેઠીયા, ડાયાભાઈ ભાગળિયા, એક મહિલા અને અન્ય અજાણ્યા પુરુષો સામે ગુનો નોંધ્યો છે.
પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ અક્ષય ઉજેઠીયા અને ડાયા ભાગળીયાની ધરપકડ કરી લીધી છે. આ ટોળકીમાં સામેલ મહિલા અને અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ ગેંગે અન્ય કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરાઈ છે.
હની ટ્રેપનો પર્દાફાશ: આધેડ કોન્ટ્રાક્ટરને ચંડીસર બોલાવી રૂ. 5 લાખ પડાવ્યા, બેની ધરપકડ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
9 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
10 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
10 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
