રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા1 સપ્ટેમ્બર, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઈડર નાગરિક સહકારી બેંકમાં 'ગુલાબ પેનલ'નો ઐતિહાસિક વિજય: નવા સુકાનીઓની સર્વાનુમતે વરણી

ઈડર નાગરિક સહકારી બેંકમાં 'ગુલાબ પેનલ'નો ઐતિહાસિક વિજય: નવા સુકાનીઓની સર્વાનુમતે વરણી

સહકારી ક્ષેત્રે અગ્રેસર અને સભાસદોના વિશ્વાસનું પ્રતિક ગણાતી 'ધી ઈડર નાગરિક સહકારી બેંક લિમિટેડ' માં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ બેંકના નૂતન સુકાનીઓની તાજપોશી સાથે સહકારી રાજકારણમાં નવો અધ્યાય શરૂ થયો છે. ચૂંટણીમાં ભવ્ય અને પ્રચંડ વિજય મેળવનાર 'ગુલાબ પેનલ' ના શિરે બેંકના સુકાન સોંપવામાં આવ્યું છે. ૧ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી અગત્યની બેઠકમાં સર્વસંમતિથી બેંકના નવા વરિષ્ઠ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.

​બેંકની ઉત્તરોત્તર પ્રગતિ અને સભાસદોના હિતને સર્વોપરી રાખીને અનુભવી અને નિષ્ઠાવાન નેતાઓની વરણી કરાઈ છે. ચેરમેન ચિરાગભાઈ ગાંધી, વાઇસ ચેરમેન રણવિજયસિંહ ચંપાવત, મેનેજિંગ ડિરેક્ટર (MD) મુકેશભાઈ સગર ​ઈડર નાગરિક સહકારી બેંકની યોજાયેલી રસપ્રદ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલ સામે કડક સ્પર્ધા વચ્ચે 'ગુલાબ પેનલ' એ ઐતિહાસિક પ્રદર્શન કરતાં ૧૩ બેઠકો પર સ્પષ્ટ અને પ્રચંડ વિજય મેળવ્યો હતો. સભાસદોએ ગુલાબ પેનલની કાર્યશૈલી અને પારદર્શિતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૂંટણીના આ જનાદેશ બાદ આજે મંગળવારે સૌની સહમતિથી અનુભવી ચેહરાઓને બેંકની જવાબદારી સોંપાઈ છે.

​નવા હોદ્દેદારોની જાહેરાત થતાં જ બેંક પરિસરમાં વિજયી ઉત્સવનો માહોલ સર્જાયો હતો. સભાસદો, આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા નવનિયુક્ત ચેરમેન  ચિરાગભાઈ ગાંધી, વાઇસ ચેરમેન રણવિજયસિંહ ચંપાવત અને MD  મુકેશભાઈ સગરનું ફુલહાર અને પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત મંડળને ઈડર દિગંબર જૈન સમાજ તથા યુવક મંડળ તેમજ માઁ કટિંગ & દ્વારકેશ (ઈડર) તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર