રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગર પાલિકા: મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કરોડોના કામનું ખાતમુહૂર્ત

હિંમતનગર પાલિકા: મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કરોડોના કામનું ખાતમુહૂર્ત

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનુ ખાતમુહૂર્ત કરાયુ 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર શહેરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. ગુણવત્તાયુક્ત માર્ગો શહેરના વિકાસ અને નાગરિકોની સરળ અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ શહેરના લોકોને વધુ સુવિધા મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે.

આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ  અરૂણાબેન કડીયા, અગ્રણી કનુભાઇ પટેલ,  જે.ડી.પટેલ,  ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, બીપીન ઓઝા, ચીફ ઓફિસર ગઢવી,  કરણસિંહજી, સુર્યવંશસિંહજી તેમજ નગરપાલિકાના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર