હિંમતનગર બાયપાસ રોડ પર કાટવાડ પાટિયા પાસેથી ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે એક ટ્રકમાંથી ₹50 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ગાંધીનગર તરફ જવાની છે. આ માહિતીના આધારે પોલીસે કાટવાડ પાટિયા પાસે વોચ ગોઠવી હતી. હરિયાણા પાસિંગની ટ્રક (HR.55.W.6968) આવતા તેને રોકીને તપાસ કરી હતી. ટ્રકમાં પેપર રોલની આડમાં વિદેશી દારૂની 378 પેટીઓ મળી આવી હતી. તેમાં 6,212 બોટલો હતી, જેની કિંમત ₹50,33,799 છે. પોલીસે ટ્રક (₹10 લાખ), પેપર રોલ (₹1,47,609) અને મોબાઈલ (₹3,000) સહિત કુલ ₹61,84,408નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રક ચાલક ગોવિંદસિંહ કનેસિંહ રાવત (38)ની ધરપકડ કરવામાં આવી છે. તે રાજસ્થાનના પાલી જિલ્લાના રાયપુર તાલુકાના પચાન પુરા ગામનો રહેવાસી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીઆઇ એચ.આર.હેરભાના નેતૃત્વમાં વધુ તપાસ ચાલી રહી છે.
હિંમતનગર; ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ટ્રકમાંથી 50 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Gandhinagar#arrest#tip-off#police investigation#Rural Police#Liquor Smuggling#Prohibition Act#Foreign Liquor Seizure#Illegal Transportation#Himmatnagar Bypass Road
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
20 કલાક પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
5 દિવસ પહેલા
