હિંમતનગરના વીરપુર ગામની સીમમાં આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. હિંમતનગર ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશનમાં કુલ 220 ગુનામાં પકડાયેલી 47,643 બોટલનો નાશ કરવામાં આવ્યો. આ દારૂનો જથ્થો કુલ રૂ.99.25 લાખની કિંમતનો હતો. હિંમતનગર એ ડિવિઝનમાંથી 105 ગુનામાં રૂ.61.11 લાખની કિંમતની 25,409 બોટલ જપ્ત કરાઈ હતી. બી ડિવિઝનમાંથી 30 ગુનામાં રૂ.4.11 લાખની 2,164 બોટલ મળી હતી. ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી 16 ગુનામાં રૂ.12.29 લાખની 4,748 બોટલ અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાંથી 74 ગુનામાં રૂ.27.44 લાખની 18,002 બોટલ જપ્ત કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન ડી.વાય.એસ.પી, પી.આઈ, પી.એસ.આઈ, પી.આઈ એચ.આર. હેરભા તેમજ પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારી હાજર રહ્યા હતા. દારૂની બોટલો પર રોલર ફેરવીને નાશ કરાયો હતો. ત્યારબાદ ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
હિંમતનગર; પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#criminal activity#Himatnagar#Law Enforcement#Police Action#waste management#Foreign Liquor Destruction#Crime Seizures#Liquor Prohibition#Virpur Village#Himmatnagar Division#Alcohol Regulation#DySP and Police Officials#Liquor Worth
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના હાથમતી વિયર ઓવરબ્રિજનું કામ અંતિમ તબક્કામાં
1 દિવસ પહેલા
સાબરકાંઠાપ્રાંતિજની અંબુજા કંપનીમાંથી ૨ લાખના કોપરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરડેરી-સહકારી બેંકની ચૂંટણી માટે ભાજપે સેન્સ લીધા:6 નવેમ્બરે ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી
3 દિવસ પહેલા
સાબરકાંઠાશામળાજીના ઓડ ગામે તળાવમાં પગ લપસી જતાં ૧૨ વર્ષીય બાળકનું ડૂબી જવાથી કરુણ મોત
5 દિવસ પહેલા
