રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા12 ઑક્ટોબર, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન

હિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર 'જન આક્રોશ પદયાત્રા' અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીઓની કામગીરી સામે આક્ષેપો કરીને સમગ્ર દેશવ્યાપી વિરોધના ભાગરૂપે હિંમતનગરમાં પણ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. 

આ પદયાત્રા દરમિયાન વાતાવરણ ત્યારે વધુ ગરમાયું જ્યારે કોંગ્રેસના કાર્યકરો વિરોધ દર્શાવવા માટે પૂતળા દહન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમયે સુરક્ષા વ્યવસ્થા જાળવવા તૈનાત સ્થાનિક પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ તથા ખેંચતાણ દ્રશ્યમાન થઈ હતી. પોલીસે પૂતળા દહનનો પ્રયાસ અટકાવતા કાર્યકરોએ વિરોધના બેનરો અને પોસ્ટરો સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવીને કોંગ્રેસે જ્ઞાનેશકુમાર તાત્કાલિક પદ પરથી રાજીનામું આપે તેવી જોરદાર માંગ કરી હતી.

ટેગ્સ:#Himatnagar

સંબંધિત સમાચાર