હિંમતનગર રેલવે સ્ટેશન પર પોલીસે આગ્રા કેન્ટથી અસારવા જતી ટ્રેનમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ વ્યક્તિઓને ઝડપી લીધા છે. આરોપીઓમાં એક મહિલા, તેનો એન્જિનિયર ભત્રીજો અને એક કમ્પાઉન્ડર સામેલ છે. પોલીસે ફર્સ્ટ ક્લાસ કોચમાંથી રૂ. 1.64 લાખની કિંમતની વિદેશી દારૂની 60 બોટલ જપ્ત કરી છે. આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ, રોકડ રકમ, દાગીના સહિત કુલ રૂ. 2.74 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં આગ્રા નિવાસી ભારતીબેન ધનવાની (ઉ.વ.54), જૂનાગઢના આઈટી એન્જિનિયર જશકુમાર રાતીયા (ઉ.વ.24) અને જૂનાગઢના કમ્પાઉન્ડર મિલનકુમાર મકવાણા (ઉ.વ.26)નો સમાવેશ થાય છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આરોપીઓમાંથી એન્જિનિયર જશકુમારના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ભારતીબેન અને મિલનકુમારને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. આરોપીઓ આ દારૂનો જથ્થો આગ્રાથી રાજકોટ લઈ જઈ રહ્યા હતા.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
હેરા ફેરી ઝડપાઇ; હીંમતનગર રેલ્વે સ્ટેશન પરથી 2.74 લાખનો વિદેશી દારૂ કબજે

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Police Seizure#smuggling operation.#Court Proceedings#Arrested Individuals#Foreign Liquor Smuggling#Himmatnagar Railway Station#Agra Cantt to Asarwa#Liquor Worth Rs 2.74 Lakh#Remand and Bail#Transporting Liquor to Rajkot
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
17 કલાક પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
5 દિવસ પહેલા
