રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં ભારે વરસાદ અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા કાર તણાઈ

મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં ભારે વરસાદ અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા કાર તણાઈ
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ગત મોડી રાત્રે ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે ચોમેર પાણી જ પાણી વરસાવી દીધુ છે ત્યારે ખેરાલુ શહેર અને તાલુકામાં મોડીરાત્રે થયેલા ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થઈ જવા પામ્યું છે. ખેરાલુમાં વરસાદી પાણીના નિકાલની કોઈ ખાસ વ્યવસ્થા ન હોવાથી શહેરમાં અનેક વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખેરાલુમાં આવેલા રેલવે નાળાના અંડર બ્રિજમાં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઇ જતાં એક વાહનચાલકની કાર ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી. જોકે સ્થાનિકોના પ્રયત્નોથી કારચાલકને બચાવી લેવાયો હતો. ખેરાલુમાં રેલ્વે નાળામાં ભરાયેલા વરસાદી પાણીને ઉલેચવાના બે મશીન બંધ હાલતમાં હોઈ શહેરીજનોને જીવ તાળવે ચોંટી ગયા હતા. કુંભકારણની ઊંઘમાંથી એકાએક જાગેલા તંત્રએ અંડર બ્રિજની હાલત જોઈને પુલમાંથી પસાર ન થવા માટે બોર્ડ લગાવવા પડ્યા હતા. જેથી આ નાળામાં વરસાદી પાણીના લીધે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી બ્રિજની બન્નેય બાજુએ તંત્ર દ્વારા સ્ટોપના બોર્ડ લગાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે ખેરાલુ પંથકના ગઠામણ, અંબાવાડા, ગોરીસણા, કુડા, ચાડા તરફના માર્ગો ધોવાઈ જવાથી આ વિસ્તારમાં વાહનવ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે જે બાદ દસથી વધુ ગામોને ખેરાલુ સાથેનો સંપર્ક તુટ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર