રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા20 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસાની બનાસ નદીમાં સડેલા બટાકાના ઢગલાથી રોગચાળાની ભીતિ

ડીસાની બનાસ નદીમાં સડેલા બટાકાના ઢગલાથી રોગચાળાની ભીતિ
બનાસકાંઠાની ઓળખ અને જીવાદોરી સમાન બનાસ નદીની પવિત્રતા આજે ભયંકર રીતે જોખમાઈ રહી છે. એક તરફ રેતીનું બેફામ ખોદકામ નદીના અસ્તિત્વને ખતરામાં મૂકી રહ્યું છે, તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ માલિકોની ગંભીર બેદરકારી નદીને ગંદકીના ગંજમાં ફેરવી રહી છે. ડીસા નજીક બનાસ નદીના પટમાં મોટા પાયે સડેલા બટાકા ફેંકવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારે દુર્ગંધ ફેલાવાની સાથે ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ​હાલમાં ચોમાસું પૂર્ણ થયું છે અને આગામી નવરાત્રીના સમયગાળા દરમિયાન બટાકાના વાવેતરની શરૂઆત થશે. આ પૂર્વે કોલ્ડ સ્ટોરેજ માલિકો પોતાના જૂના બટાકા ખાલી કરીને નવા સંગ્રહ માટે જગ્યા કરી રહ્યા છે. જોકે, કેટલાક બેજવાબદાર સ્ટોરેજ માલિકો સડેલા અને નકામા બટાકાનો નિકાલ યોગ્ય રીતે કરવાને બદલે, તેને સીધા જ બનાસ નદીના પટમાં ઠાલવી રહ્યા છે. ​જિલ્લા તંત્રની કામગીરી પર સવાલ ​તાજેતરમાં દાંતીવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં જિલ્લા તંત્ર દ્વારા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, ત્યારે ડીસા બનાસ નદીના બ્રિજની આસપાસ લાંબા સમયથી ફેંકવામાં આવેલા સડેલા બટાકા આ પાણીમાં ભળસે તો . આ સડેલો જથ્થો પાણીને દૂષિત કરવાની સાથે ગંદકી ફેલાવી શકે તેમ છે તો ​આ સડેલા બટાકા જમીન અને પાણી બંનેને પ્રદૂષિત કરીને જાહેર આરોગ્ય માટે જોખમી બને અને સડેલા કચરામાંથી ફેલાતી દુર્ગંધ અને જીવાતને કારણે આસપાસના વિસ્તારોમાં ટૂંક સમયમાં જ કોલેરા, ટાઈફોઈડ અથવા અન્ય જળજન્ય કે વેક્ટર-જન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરી સંભાવના છે ​બનાસ નદીનું પાણી માત્ર ખેતી માટે જ નહીં, પણ અનેક વિસ્તારોમાં પીવાના પાણીના સ્ત્રોત તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. જો આ પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે, તો તેના ગંભીર અને લાંબા ગાળાના પરિણામો ભોગવવા પડશે. ​પ્રજાજનોમાં ઉગ્ર માંગ ઉઠી છે કે જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ. સડેલા બટાકા ફેંકનારા કોલ્ડ સ્ટોરેજ માલિકો અને જવાબદાર ઈસમો સામે સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને મોટા દંડ ફટકારવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ નદીને પ્રદૂષિત કરવાનું સાહસ ન કરે. તંત્ર સત્વરે સફાઈ કરાવીને બનાસ નદીને પ્રદૂષિત થતી અટકાવે, એ સમયની માંગ છે.    

સંબંધિત સમાચાર