સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ તથા જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજના સહિયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનુ આયોજન કરી 125 થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું છે. અતિ જોખમી સગર્ભા માતાઓ,ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિ દ્વારા જીલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે હિમતનગર અર્બન હેલ્થ સેન્ટર-2, છાપરીયા ખાતે યોજાયેલ કેમ્પમાં 20 યુનિટ રકત એક્ત્રિત કરવામાં આવ્યું હતું. જે કુલ મળીને છેલ્લા બે માસમાં પોશીના,વડાલી,તલોદ, હિમતનગર, મટોડા, ઇડર ખાતેના ગ્રામ્ય કક્ષાએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 125 થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના ઉત્સાહી રકતદાતાઓની પ્રેરણાદાયી કામગીરી વંદનીય છે. 18 થી 65 વર્ષની તંદુરસ્ત વ્યકતિ દર ૯૦ દિવસના અંતરે રક્તદાન કરી શકે છે. આવો, આપણે સહુ સાથે મળીને રક્તદાનની આ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા પુરતા પ્રયત્નો કરીએ. રક્તદાન કરી આનંદની લાગણી અનુભવીએ.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાબરકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરી 125 થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરાયું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Sabarkantha District#Community Health#Public Health Awareness#Blood Donation#Health Camp#GMERS Medical College#Maternal and Child Health#Volunteerism#Blood Donation Awareness#Health Department Efforts#Local Community Engagement#Donor Eligibility#Health Promotion Activities
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના હાથમતી વિયર ઓવરબ્રિજનું કામ અંતિમ તબક્કામાં
1 દિવસ પહેલા
સાબરકાંઠાપ્રાંતિજની અંબુજા કંપનીમાંથી ૨ લાખના કોપરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરડેરી-સહકારી બેંકની ચૂંટણી માટે ભાજપે સેન્સ લીધા:6 નવેમ્બરે ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી
3 દિવસ પહેલા
સાબરકાંઠાશામળાજીના ઓડ ગામે તળાવમાં પગ લપસી જતાં ૧૨ વર્ષીય બાળકનું ડૂબી જવાથી કરુણ મોત
5 દિવસ પહેલા
