રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી13 જૂન, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રખડતા પશુઓનો વધતો ત્રાસ: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આખલા યુદ્ધના લાઇવ દ્રશ્યોથી વેપારીઓ-રહીશો ભયભીત

રખડતા પશુઓનો વધતો ત્રાસ: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આખલા યુદ્ધના લાઇવ દ્રશ્યોથી વેપારીઓ-રહીશો ભયભીત

અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ હવે નાગરિકો માટે જીવનું જોખમ બની ગયો છે. મેઘરજના મુખ્ય બજાર અને રહેણાંક વિસ્તારમાં રખડતા આખલાઓ વચ્ચે જાહેરમાં ભયાનક જંગ ખેલાયો હતો, જેના લાઈવ દ્રશ્યો સામે આવતા જ સમગ્ર પંથકમાં ફફડાટ મચી ગયો છે. વ્યસ્ત રસ્તાઓ વચ્ચે આખલાઓ બેફામ બનીને બાખડતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી, જ્યારે સ્થાનિક વેપારીઓએ પોતાના જીવ બચાવવા દુકાનોના શટર ટપોટપ બંધ કરી દીધા હતા. એક જ દિવસમાં બે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલી આ આખલા યુદ્ધની ઘટનાથી રહીશો ભારે ભયભીત છે અને તંત્ર સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ટેગ્સ:#Aravalli District

સંબંધિત સમાચાર