વડનગરના સિપોર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું જણાય છે, જ્યાં એક જ કોમના બે જૂથો વચ્ચે ફરી એકવાર હિંસક અથડામણ થઈ છે. આ ઘટના જૂના ઝઘડાની અદાવતને કારણે બની હતી, જેમાં કેટલાક લોકોને ઈજા થતાં તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ચિંતાજનક બાબત એ છે કે, માત્ર એક જ અઠવાડિયામાં આ જ ગામમાં અને આ જ લોકો વચ્ચે બીજી વખત અથડામણ થઈ છે. આ પુનરાવર્તિત ઘટનાઓ સ્થાનિક પોલીસતંત્રની કામગીરી અને ગંભીર બેદરકારી સામે મોટા સવાલો ઊભા કરે છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ લોકોને કાયદા કાનૂન કે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી. જેના કારણે તોફાની તત્વો બેફામ બનીને જઘન્ય ગુનાઓ કરતા ફરે છે. સંગરક બનાવ બાબતે વડનગર પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસે ગજતના સ્થળે જઈને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી જૂઆરે ત્યાર બાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ લોકોની માંગ છે કે વડનગરના પી.આઈ. આવા બેફામ બનેલા લોકોને કાયદાનું ભાન કરાવે અને કડક પગલાં લઈ લોકોની સુખાકારી બાબતે યોગ્ય કાર્યવાહી કરે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને જૂથો દ્વારા પોલીસ સ્ટેશનમાં સામ-સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બીજી ઘટના બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહીરૂપે પગલાં ભરવામાં આવ્યા છે. જોકે લોલોસ દ્વારા આ પુનરાવર્તન વાળી ઘટના બાબતે જણાવ્યું હતું કે બેફામ બનેલા અસામાજિક તત્વોને શોધી શોધીને કાયદાનો પાઠ ભાણાવીશું. વડનગર પોલીસે તાત્કાલિક શાંતિ સ્થાપવા અને જવાબદાર વ્યક્તિઓ સામે સખત કાર્યવાહી કરવી અનિવાર્ય બની ગયું છે નહીંતર દિવસે ને દિવસે આવા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનારા અસામાજિક તત્વો બેલગામ બની બેફામ વર્તન કરવા પર ઉતરી આવશે જેના લીધે ગ્રામજનોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવશે.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વડનગરના સિપોરમાં જૂથ અથડામણ : કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
4 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
