રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં આગનું તાંડવ: મોતીસા દરવાજા પાસે વાડામાં અને પાલિકા બજાર સામે ડીપીમાં આગથી અફડાતફરી

પાટણમાં આગનું તાંડવ: મોતીસા દરવાજા પાસે વાડામાં અને પાલિકા બજાર સામે ડીપીમાં આગથી અફડાતફરી

પાલિકાના ફાયર વિભાગ ની ટીમે આગ પર કાબૂ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો

પાટણ શહેરના વોર્ડ નંબર નવ વિસ્તારમાં આવેલ મોતીસા દરવાજા નજીક ખુલ્લા વાડામાં ગતરોજ અગમ્ય કારણોસર આગ લાગતા અફડાતફડીનો માહોલ સજૉયો હતો. જોકે આ સમયે આ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર માટે નિકળેલા કોગ્રેસના ઉમેદવારોને ધટનાની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક પાટણ નગરપાલિકાના ફાયર વિભાગ ને જાણ કરતાં ફાયર વિભાગના કમૅચારીઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. જયારે શહેરના પાલિકા બજાર સામે પણ રાત્રીના સુમારે વીજ ડીપીમાં આગ લાગવાની ધટના સામે આવી હતી. તો વિસ્તારના વેપારીઓએ ફાયર વિભાગ અને જીઈબી વિભાગ ને જાણ કરતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી વિજ સપ્લાય બંધ કરી ડીપીમાં લાગેલી આગ પર કાબૂ મેળવી વિસ્તારમાં પુનઃ વિજ સપ્લાય ચાલું કરવા જીઈબીના કમૅચારીઓએ કામગીરી હાથ ધરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર