રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા1 મે, 2026| Super Admin

ડીસાના દામા ગામે ઠપકો આપવા ગયેલા પિતા-પુત્ર પર લાકડીઓથી હુમલો, પંથકમાં ચકચાર

ડીસાના દામા ગામે ઠપકો આપવા ગયેલા પિતા-પુત્ર પર લાકડીઓથી હુમલો, પંથકમાં ચકચાર

જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ગુનો દાખલ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ગામે જૂની અદાવત અથવા સામાન્ય બોલાચાલીમાં ગાળો બોલવા બાબતે ઠપકો આપવા ગયેલા એક જ પરિવારના સભ્યો પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ હુમલામાં આધેડને હાથ અને કપાળના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

દામા ગામના રહેવાસી પરબતભાઇ ગલબાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત સાંજે તેમના ભાઈ ગમનભાઈ ઘર પાસે ઉભા હતા ત્યારે ગામના જ પ્રકાશભાઈ મગનભાઈ પરમારે મોટર સાયકલ ઊભી રાખી અચાનક ગાળાગાળી કરી હતી. આ બાબતે પરિવારના સભ્યો વિનોદભાઈ, કિરણભાઈ અને રાહુલભાઈ સાથે મળીને પ્રકાશના ઘરે ઠપકો આપવા ગયા હતા.ઠપકો આપવા ગયેલા પરબતભાઇ પર આરોપી પ્રકાશે ઉશ્કેરાઈ જઈ લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમને જમણા હાથે અને કપાળના ભાગે ઇજાઓ થઈ હતી. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર રાહુલને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. અન્ય સભ્યોએ વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા. જતી વખતે આરોપીએ "જો ફરીથી ઘરે ઠપકો આપવા આવશો તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

​ઇજાગ્રસ્ત પરબતભાઇને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમણે આ મામલે પોલીસ મથકે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરવા અને ન્યાય મેળવવા માટે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર