રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જુનાડીસા અને સરયુનગરના ખેડૂતોનો પણ હાઇવે અને બાયપાસ રોડનો બહિષ્કાર

જુનાડીસા અને સરયુનગરના ખેડૂતોનો પણ હાઇવે અને બાયપાસ રોડનો બહિષ્કાર

રોડ અન્યત્ર ડાયવર્ટ કરવાની માંગ, આંદોલન છેડવાની ચીમકી

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં સાંતલપુરથી સ્વરુપગંજ સુધીના હાઇવે અને પાલનપુરના ખેમાણાથી દિયોદર ડિવિઝનના ખીમાણા સુધીના બાયપાસ રોડને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હવે જુનાડીસા અને સરયુનગર વિસ્તારના ખેડૂતોએ પણ રોડનો બહિષ્કાર કરી અન્ય જગ્યાએથી રોડ ડાયવર્ટ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું   

 ખાસ કરીને ડીસા તાલુકામાંથી પસાર થનાર હાઇવે અને બાયપાસ રોડને લઈને ખેડૂતોનો વિરોધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે.વડાવળ અને ભોંયણ બાદ હવે જુનાડીસા અને સરયુનગર વિસ્તારના ખેડૂતોએ પણ ભારે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, હાઇવે અને બાયપાડ રોડના કારણે તેમની ખેતીની જમીનને અસર પહોંચી રહી છે. જેથી રોડને અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ મુદ્દે જુનાડીસા- સરયુનગર ખાતે આવેલા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. ખેડૂતોએ સરકારને ચીમકી આપતા જણાવ્યું છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આમ, ડીસા તાલુકામાં હાલ બની રહેલા હાઇવે અને બાયપાસ રોડનો ખેડૂતો દ્વારા ઠેરઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર