આજ રોજ મહેસાણાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મહેસાણા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલનો વિદાય સમારંભ યોજાયો હતો. જ્યાં જિલ્લાના તમામ ડીવાયએસપી, તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી પુષ્પવર્ષા દ્વારા વિદાય આપી હતી. આઈપીએસ અધિકારી તરીકેની સફળ કારકિર્દી ધરાવતાં જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલનો ભાવભર્યો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જ્યાં ખૂબ જ લાગણીમય અને ભાવુક દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા હતાં. સાથોસાથ જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની બઢતી બાબતે પણ સૌએ શુભેચ્છાઓની વણઝાર લગાવી તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટેની મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. ત્યારે પોતાના વિદાય સમારંભ પ્રસંગે તરૂણ દુગ્ગલ પોતે પણ થડોક સમય માટે ભાવુક બની ગયા હતા અને કહ્યું હતું કે આટલો સમય આપણે સૌએ સાથે કામ કર્યું એનો સમય ક્યાં જતો રહ્યો એ ખ્યાલ જ ન રહ્યો. આપસૌની સાથે હળી મળીને કામ કરીને હું આપસૌની યાદો મારી સાથે લઈ જઈ રહ્યો છું જે મારા માટે અવિસ્મરણીય અને યાદગાર છે.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણા જિલ્લા પોલીસ વડાનો વિદાય સમારંભ યોજાયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#District Police Chief#Mehsana Police Headquarters#Tarun Duggal Farewell#IPS Officer Promotion#Emotional Ceremony#Law Enforcement Tribute#Police Community Bond#Police Department Event#Gujarat Police News
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
6 દિવસ પહેલા
મહેસાણાખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી
1 અઠવાડિયા પહેલા
મહેસાણાઉત્તર ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવમાં ઊંઝા કોલેજનું ગૌરવ
1 અઠવાડિયા પહેલા
