રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ16 એપ્રિલ, 2025| Super Admin

બેસ્ટ ચૂંટણી અધિકારીનો એવોર્ડ પ્રાપ્ત કરી જિલ્લાને ગૌરવ અપાવનાર કલેકટર અરવિંદ વિજ્યનનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો

બેસ્ટ ચૂંટણી અધિકારીનો એવોર્ડ પ્રાપ્ત કરી જિલ્લાને ગૌરવ અપાવનાર કલેકટર અરવિંદ વિજ્યનનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લાના નવનિયુક્ત કલેકટર તુષાર કુમાર ભટ્ટે વિધિવત કાર્યભાર સંભાળ્યો; પાટણ જિલ્લા કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવનાર અને રાજ્ય સરકાર તરફથી બેસ્ટ ચૂંટણી અધિકારી તરીકે એવોર્ડ મેળવનાર અરવિંદ વિજયન નો મંગળવારે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે વિદાય માન કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે પાટણ જિલ્લા કલેકટર તરીકે નિયુક્ત તુષાર કુમાર ભટ્ટે ને આવકારતા તેઓએ વિધિવત રીતે પોતાનો ચાજૅ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ પાટણ જિલ્લાના વિકાસમાં તેમજ જિલ્લાના પ્રાણ પ્રશ્નોને નિવારવામાં અગ્રેસર રહી કામ કરનાર કલેકટર અરવિંદ વિજયન સાથે કરેલા કામોને યાદ કરી તેઓને હુંફાળું વિદાય માન આપી ભેટ સોગાદો સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. અરવિંદ વિજયને પાટણ જિલ્લા કલેકટર તરીકે ૦૩/૦૪/૨૦૨૩ ના રોજ હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન તેમની વહીવટી દક્ષતા, સરળ સ્વભાવ અને પારદર્શક વહીવટને કારણે પાટણ જિલ્લામાં વિકાસના અનેક કામો થયા છે. તેમજ વહીવટી તંત્રની સાથે સાથે લોકોમાં પણ અનોખી લોકચાહના તેઓએ મેળવી હતી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં તેમને બેસ્ટ જિલ્લા ચુંટણી અધિકારીનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમની નવી નિમણૂક મેનેજિંગ ડિરેકટર તરીકે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ,(GIL)ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. કલેકટર અરવિંદ વિજયનની વિદાય સાથેનવનિયુક્ત જિલ્લા કલેકટર તુષાર કુમાર ભટ્ટને આવકારવામાં આવતા તેમણે પાટણ જિલ્લા કલેકટર તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો. તુષાર ભટ્ટ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ગાંધીનગરમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી પાટણ જિલ્લા કલેકટર તરીકે હાજર થતાં તેઓને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ આવકારી સ્વાગત સન્માન કર્યું હતું.

સંબંધિત સમાચાર