રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ23 મે, 2026| Super Admin

વાવ-થરાદ પંચાયત કચેરીમાં તંત્રની બેદરકારી: ફાયર સેફ્ટીના સિલિન્ડરો એક્સપાયર!

વાવ-થરાદ પંચાયત કચેરીમાં તંત્રની બેદરકારી: ફાયર સેફ્ટીના સિલિન્ડરો એક્સપાયર!

સુરક્ષા વ્યવસ્થામાં જિલ્લા પંચાયત કચેરીના તંત્રની ઘોર બેદરકારી કે પછી મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે 

 જિલ્લાની નવી કચેરીમાં નવિન ડીડીઓ આવતાની સાથે જ વિવાદના વંટોળોમાં 

વાવ-થરાદ જિલ્લા પંચાયત કચેરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓની ઓફિસની સામે લગાવવામાં આવેલા ફાયર સેફટીના  સિલિન્ડરની પાંચ મહિના જેટલો સમયની એક્સપાયરી તારીખ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તે યથાવત હાલતમાં જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે સરકારી કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો કર્મચારીઓ અને આગેવાનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આગ જેવી કોઈ આકસ્મિક ઘટના સર્જાય અને ફાયર સિલિન્ડર કામ ન કરે તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ પદની વરણી દરમિયાન મીડિયા કર્મીઓને અંદર પ્રવેશ ન આપવા મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો. સ્થળ પર હાજર પોલીસ દ્વારા મીડિયા પ્રતિનિધિઓને દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી. જેના કારણે મીડિયા કર્મીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. મીડિયા કર્મીઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો સમગ્ર પ્રક્રિયા પારદર્શક હોય તો મીડિયાને કેમ અટકાવવામાં આવ્યું શું ત્યાં કોઈ એવી કાર્યવાહી થવાની હતી. જેને જાહેર ન કરવી હોય આવા સવાલો વચ્ચે નાયબ ડી.ડી.ઓ. અને મીડિયા કર્મીઓ વચ્ચે ઉગ્ર રકઝક પણ સર્જાઈ હતી. જિલ્લા પંચાયત જેવી મહત્વપૂર્ણ કચેરીમાં એક તરફ સુરક્ષા સાધનો એક્સપાયર હાલતમાં જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ થાય ત્યારે સમગ્ર મામલે પારદર્શકતા અને જવાબદારી સામે ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.

સંબંધિત સમાચાર