રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા શહેર કોંગ્રેસની ચૂંટણીલક્ષી બેઠક : કુશાસન નાબૂદ કરવા કાર્યકરોને હાકલ

ડીસા શહેર કોંગ્રેસની ચૂંટણીલક્ષી બેઠક : કુશાસન નાબૂદ કરવા કાર્યકરોને હાકલ

હિંદુ ધર્મશાળા ખાતે ડીસા શહેર કોંગ્રેસ સમિતિની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી. ડીસા શહેર કોંગ્રેસના પ્રભારી સુરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના સચિવ અને ડીસાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભરતીયાએ આગામી ડીસા નગર પાલિકાની ચૂંટણી સંદર્ભે વિસ્તૃત છણાવટ કરી તેમજ ભાજપના ભ્રષ્ટાચારી શાસનને ઉખાડી નાખવાની હાકલ કરેલ.     

    ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે વિસ્તૃત છણાવટ કરેલ અને આગામી ચૂંટણીમાં આ ભાજપની સરકારને ઘરભેગી કરવા ડીસા નગરજનોને અનુરોધ કરેલ. ડીસા શહેર કોંગ્રેસના પ્રભારી સુરેશભાઈ પટેલે આગામી ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં જીતી શકે એવા સક્ષમ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીમાં ઊભા રાખવા અનુરોધ કરેલ. ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય જગદીશભાઈ મોદીએ પણ વર્તમાન ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના કોર્પોરેટર તરીકે પોતાના કડવા અનુભવોનું વર્ણન કરેલ. ડીસા શહેર કોંગ્રેસના કર્મઠ કાર્યકર મંગલભાઈ ગુર્જરે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપેલ.

આ પ્રસંગે કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે કાજલબેન છત્રાલિયાની નિમણૂક થતા ડીસા શહેર કોંગ્રેસના પ્રભારી સુરેશભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે બળદેવભાઈ પંડ્યા, વિસનગર પાલિકાના પૂર્વ સદસ્ય ઇમરાનભાઈ શેખ, દેવુસિંહ દરબાર, દિવ્યાબેન પંચાલ, ફેજલ ભાઈ ઠેકેદાર, હર્ષદભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, રાજુભાઈ ત્રિશુલ, ચંદનભાઈ પટેલ, મુકેશભાઈ ચૌહાણ, મુકેશભાઈ અનાવાડીયા, મગનભાઈ દામા, ભરતભાઈ દેસાઈ, મનોજભાઈ પરમાર, બાબુભાઈ ઇન્દુબેન બારોટ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર ભાઈ બહેનો ઉપસ્થિત રહેલ.ડીસા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ વ્યાસે ઉપસ્થિત રહેલ તમામ આગેવાનો તથા કાર્યકર ભાઈ બહેનોનું શાબ્દિક સ્વાગત કરેલ. ડીસા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ દેસાઈએ મીટીંગનું સંચાલન કરેલ.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર