રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ધાનેરા પોલીસની મોટી કાર્યવાહી: ટાટા સફારી કારમાંથી 228.7 કિલો પોષડોડા ઝડપાયા

ધાનેરા પોલીસની મોટી કાર્યવાહી: ટાટા સફારી કારમાંથી 228.7 કિલો પોષડોડા ઝડપાયા

ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરેલી સઘન તપાસ દરમિયાન, એક લક્ઝરીયસ ટાટા સફારી કારમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત માદક પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે.

આ કાર્યવાહીમાં પોલીસે કારની અંદરથી અંદાજે ૨૨૮.૭ કિલોગ્રામ જેટલો જંગી જથ્થો પોષડોડાનો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા માદક પદાર્થ અને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આંતરરાજ્ય કે આંતરજિલ્લા સ્તરે ચાલતા આ ડ્રગ્સ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસે આરોપીઓની પૂછપરછ તેજ કરી છે. ધાનેરા પોલીસની આ કડક કાર્યવાહીથી નશાના કારોબારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Dhanera

સંબંધિત સમાચાર