રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ધાનેરા હેરોઈન કેસ: બે આરોપીઓને 20 વર્ષની સખત કેદ

ધાનેરા હેરોઈન કેસ: બે આરોપીઓને 20 વર્ષની સખત કેદ

NDPS કેસમાં કોર્ટે બેને દોષિત ઠેરવ્યા:ત્રણ આરોપી ઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા

પાલનપુર એસ.ઓ.જી. દ્વારા ધાનેરા વિસ્તારમાં ઝડપી પાડવામાં આવેલા ₹12.84 લાખના હેરોઈન કેસમાં જિલ્લા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં બે આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને બે-બે લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે.

કેસની હકીકત મુજબ, ગત તા. 16 ઓગસ્ટ, 2024ના રોજ પાલનપુર એસ.ઓ.જી.ની ટીમ ધાનેરાના થાવર ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન રિક્ષા નંબર GJ-08-AX-0991ની તપાસ કરતાં ચાલક પરેશકુમાર ભરત ભાઈ ઠાકોર અને પાછળ બેઠેલા મનોજગર મકનગર ગોસ્વામી પાસેથી 256.890 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત ₹12,84,450 હતી. બાદમાં એસ.ઓ.જી.ના અધિકારીઓએ પંચોની હાજરીમાં કાર્યવાહી કરી ધાનેરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ. એક્ટની કલમ 8(સી), 21(સી) અને 29 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનિકેત અમરતજી ઠાકોર, પ્રવિણ નાગજીભાઈ ઠાકોર અને ભરત અરજણજી રાઠોડની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

 સ્પેશિયલ એન.ડી.પી.એસ. કેસ નં. 92/2025ની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ દિપક પુરોહિતે મજબૂત પુરાવા અને દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખી એડિશનલ સેશન્સ જજ ડી. એસ. શ્રીવાસ્તવે પરેશકુમાર ભરતભાઈ ઠાકોર અને મનોજગર મુકનગર ગોસ્વામીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા બે-બે લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.જ્યારે પુરતા પુરાવાના અભાવે અનિકેત અમરતજી ઠાકોર, પ્રવિણ નાગજીભાઈ ઠાકોર અને ભરત અરજણજી રાઠોડને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

NDPS કેસમાં કડક સંદેશ

હેરોઈન જેવા માદક પદાર્થોના વેપાર સામે કડક કાર્યવાહી અને મજબૂત તપાસના આધારે કોર્ટે બે આરોપીઓને 20 વર્ષની સજા ફટકારતાં નશાના કાળા કારોબારમાં સંડોવાયેલા તત્વો માટે કડક સંદેશ આપ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Dhanera#NDPS case

સંબંધિત સમાચાર