આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે ત્રીજી વખત ચૂંટણી યોજાઈ હતી. 22 બેઠકમાંથી કોંગ્રેસ પાસે 12 બેઠક છે, જ્યારે ભાજપ પાસે 10 બેઠક છે. કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં, ભાજપ દિયોદર તાલુકા પંચાયતનો કબજો મેળવવાનો પ્રયાસ કરી રહી છે, તેવો કોંગ્રેસનો આક્ષેપ હતો. જો કે, કોંગ્રેસના સભ્યોની બહુમતી હોવાથી આજે ત્રીજી વખતની ચૂંટણીમાં આખરે કોંગ્રેસની જીત થઈ છે. દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે મહિલાઓને સ્થાન મળ્યું. પ્રમુખ તરીકે પાલડી બેઠકના સભ્ય પ્રભાતબાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે ચીભડા બેઠકના મહિલા સભ્ય પાનાબેન ચાવડાની વરણી થઈ છે. કોંગ્રેસના કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે જીતની ઉજવણી શરૂ કરી.
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
દિયોદર તાલુકા પંચાયત પર લહેરાયો પંજો, હાઈવોલ્ટેજ ડ્રામાના અંતે કોંગ્રેસ પક્ષે મેળવી સત્તા
Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
વાવ-થરાદધરણીધર તાલુકામાં પાઇપલાઇન ગેરરીતિ: સરપંચ સંગઠન દ્વારા કલેકટરને રજૂઆત
2 દિવસ પહેલા
વાવ-થરાદસરહદી વાવ અને સુઇગામ વિસ્તારમાં વીજળીના ધાંધિયા!
2 દિવસ પહેલા
વાવ-થરાદથરા ખાતે ધી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળીમાં નાણાકીય ગેરરીતિની આશંકા !
5 દિવસ પહેલા
વાવ-થરાદદિયોદર સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ મળવાના મુદ્દે તંત્ર હરકતમાં!
1 અઠવાડિયા પહેલા
