ડીસા ડેપો સંચાલિત બસોમાં ભાડાના મુદ્દે રહેલી વિસંગતતા આખરે દૂર કરવામાં આવી છે. ડીસા-જૂનાગઢ એક્સપ્રેસ બસમાં ડીસાથી શંખેશ્વર સુધીનું ભાડું રૂ.129 લેવામાં આવતું હતું, જ્યારે એ જ અંતર માટે ચાલતી ડીસા-શંખેશ્વર એક્સપ્રેસ બસમાં રૂ.135 વસૂલવામાં આવતું હતું, જેના કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળતો હતો. આ મુદ્દે ‘રખેવાળ’ દૈનિક દ્વારા લોકહિતમાં વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જ્યારે જાગૃત નાગરિક હસમુખભાઈ વેદલિયાએ ડીસા ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી ભાડામાં રહેલી વિસંગતતા દૂર કરવાની માંગ કરી હતી.જેને ધ્યાનમાં લઈ ડેપો મેનેજરે તપાસ હાથ ધરી હતી, જેમાં વિસંગતતા માન્ય ઠરતા તાત્કાલિક અસરથી ડીસા-શંખેશ્વર બસનું ભાડું રૂ.135 માંથી ઘટાડીને રૂ.129 કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મુસાફરોને સીધી રાહત મળી છે અને નિયમિત મુસાફરી કરતા લોકોને આર્થિક લાભ થશે. જેથી સ્થાનિક અને યાત્રાળુઓમાં પણ આ નિર્ણયને લઈને સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ડીસા-શંખેશ્વર બસ ભાડામાં વિસંગતતા દૂર; મુસાફરોને રાહત

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડનગરથી અંબાજી સુધી રેલવે દોડશે: ઉત્તર ગુજરાતના વિકાસને નવી દિશા અને ગતિ મળશે
1 દિવસ પહેલા
બનાસકાંઠાલોદ્રાણી માઇનોર-૧ માં સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોનો ઢોલ વગાડી વિરોધ
1 દિવસ પહેલા
બનાસકાંઠાદિવાળી વીત્યા બાદ પણ ડીસામાં ટ્રાફિકની સમસ્યા યથાવત્
2 દિવસ પહેલા
બનાસકાંઠાનવી ભીલડીમાં એક જ રાતમાં 7 બંધ મકાનોના તાળાં તૂટ્યાં
2 દિવસ પહેલા
