ડીસા શહેરના મુખ્ય ગણાતા રિસાલા બજાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિકની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક નાગરિક દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૫૨ હેઠળ 'ત્રાસદાયક બાબત દૂર કરવા' અન્વયે અરજી કરવામાં આવી છે. અરજદાર નૂરઅલી લાલમહંમદ કુરેશીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, રિસાલા બજાર એક સાંકડો વિસ્તાર છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ અને અનેક દુકાનો આવેલી હોવાથી દિવસ દરમિયાન મોટા ભારે વાહનો બજારમાં પ્રવેશે છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, વગદાર વેપારીઓના કારણે આ વાહનો બેરોકટોક પ્રવેશી રહ્યા છે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ આડેધડ ટ્રાફિકને કારણે સામાન્ય જનતાને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે.ઇમરજન્સીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે.સ્થાનિક પોલીસ અને તંત્રને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.આ મામલે અરજદારે ડીસા સિટી દક્ષિણ પોલીસ, જિલ્લા પોલીસ વડા અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને સામાવાળા તરીકે દર્શાવી કોર્ટ પાસે કલેક્ટરના જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવામાં આવે, ગેરકાયદેસર રીતે થતા ભારે વાહનોના ટ્રાફિકને દૂર કરવામાં આવે અને જનતાને આ ટ્રાફિકના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવા આદેશ કરવામાં આવે.તેવી માંગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ દિશામાં કેવા પગલાં ભરે છે ?
ડીસાના રિસાલા બજારમાં ટ્રાફિકની સમસ્યાથી પ્રજા પરેશાન

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાસૌરાષ્ટ્રમાં ‘રીએક્ટર ચોર ગેંગ’નો સફાયો: એક જ GEB સબ-સ્ટેશનને બે વાર લૂંટનાર માસ્ટરમાઇન્ડ સહિત બે ઝડપાયા
11 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરના શિવનગરમાં ગંદકીથી ખદબદતું ખુલ્લું નાળું: 13 વર્ષથી રજૂઆતો છતાં કામગીરી અધ્ધરતાલ!
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના રમુણ સબ-સ્ટેશનમાંથી 1.40 લાખના 3 પાવર રીએક્ટરની ચોરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની સાધારણ સભા મળી: કરોડોના વિકાસ કામોને સર્વાનુમતે બહાલી
3 દિવસ પહેલા
