રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસા હાઈવે પર મોતની સવારી : બટાટા ભરેલી ટ્રોલીઓ પાછળ રેડિયમ ન હોવાથી અકસ્માતનો ભય

ડીસા હાઈવે પર મોતની સવારી : બટાટા ભરેલી ટ્રોલીઓ પાછળ રેડિયમ ન હોવાથી અકસ્માતનો ભય
​ બટાટાની સીઝન વચ્ચે ટ્રેક્ટર-ટ્રોલીઓ જોખમી બની આરટીઓ અને પોલીસ સંયુક્ત ઝુંબેશ છેડે તેવી માંગ ડીસા પંથકમાં હાલ બટાટાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ખેતરોમાંથી બટાટા ભરીને સેંકડો ટ્રેક્ટર-ટ્રોલીઓ કોલ્ડ સ્ટોરેજ અને માર્કેટ યાર્ડ તરફ દોડી રહી છે. પરંતુ, આ વાહનો પાછળ સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. મોટાભાગની ટ્રોલીઓ પાછળ રેડિયમ સ્ટીકર કે લાઈટ ન હોવાને કારણે રાત્રિના સમયે હાઈવે પર ગંભીર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અંધારામાં અદ્રશ્ય ટ્રોલીઓ​ ખેતરોમાંથી નીકળતા ટ્રેક્ટરો જ્યારે હાઈવે પર આવે છે, ત્યારે ટ્રોલીના પાછળના ભાગે કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર કે લાઈટ હોતી નથી. રાત્રિના સમયે પાછળથી આવતા વાહન ચાલકોને અંધારામાં ટ્રોલી દેખાતી નથી, જેને કારણે વાહનો સીધા ટ્રોલીમાં ઘૂસી જવાના કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે. જો સમયસર રેડિયમ લગાવવામાં ન આવે તો નિર્દોષ વાહન ચાલકોના જીવ જઈ શકે તેમ છે. ​આ બાબતે વાહન ચાલક ભૂરાભાઈએ જણાવ્યું હતું કે, ટ્રોલી પાછળ લાઈટ કે રેડિયમ ન હોવાથી રાત્રે વાહન ચલાવવું જોખમી બન્યું છે. અગાઉ ડીસા હાઈવે પર સીઝન સમયે પોલીસ અને સામાજિક સંસ્થાઓ દ્વારા રેડિયમ લગાવવાની કામગીરી થતી હતી, જે છેલ્લા બે-ત્રણ વર્ષથી બંધ છે.ત્યારે આરટીઓ અને પોલીસ આ બાબતે વિશેષ ઝુંબેશ હાથ ધરે તેવી માંગ પણ કરી હતી.    

સંબંધિત સમાચાર