પાલનપુર નગરપાલિકામા ધરણાં પર બેસેલા કોંગ્રેસ કોર્પોરેટરોએ બીજા દિવસે પારણાં કર્યા

પ્રમુખ અને ચીફ ઓફિસરે તેમની માંગણીઓ સંતોષવાની બાહેધરી આપતા સમાધાન
પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તારમાં વીજ, પાણી, તુટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટરો, બંધ સ્ટ્રીટ લાઇટો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ સાથે પાલિકાના વિપક્ષ કોંગ્રેસ સભ્યો દ્વારા નગરપાલિકામાં અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યાં હતા. જેમાં પ્રમુખ અને ચીફ ઓફિસરે તેમની માંગણીઓ સંતોષવાની બાહેધરી આપતા કોંગ્રેસના સભ્યોએ બીજા દિવસે ધરણાં સમેટી લીધા હતા.
પાલનપુર નગરપાલિકા દ્વારા કોટ અંદરના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર અને પાંચમાં તુટેલા રોડ રસ્તા, ભુવા, પીવાના પાણીની પાઇપોમાં તેમજ વાલ્વમાં લીકેજ, ભૂગર્ભ ગટરના જોડાણની કામગીરી,સ્ટ્રીટ લાઇટ સહિતની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ન આવતું હોય નગરપાલિકા ના વિપક્ષ કોંગ્રેસના અભ્યો દ્વારા આ વિસ્તારની સમસ્યાઓનું નિવારણ લાવવાની માંગ સાથે નગરપાલિકામાં બુધવારથી અચોકકસ મુદતના ધરણાં યોજવામાં આવ્યા હતા જેને તંત્ર હરકતમાં મુકાય જવા પામ્યું હતું. જોકે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે ધરણાં પર બેઠેલા કોંગ્રેસના સભ્યોને તેમના વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની બાહેધરી આપવામાં આવતા બીજા દિવસે બપોરે કોંગ્રેસના સભ્યોએ પારણાં કરી ધરણાં સમેટી લીધા હતા.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Congress party#Local Governance#Community Mobilization#Civic Engagement#Palanpur Municipality#Electoral Politics#Infrastructure Problems#Municipal Protests#Public Services Issues#Administrative Response
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
