રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ16 મે, 2026| Super Admin

પાટણના સિધ્ધપુર ચારરસ્તા પર પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે કોંગ્રેસે ચક્કાજામ કર્યો

પાટણના સિધ્ધપુર ચારરસ્તા પર પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે કોંગ્રેસે ચક્કાજામ કર્યો

કોગ્રેસ નેતાઓનો પ્રહાર- 'ચૂંટણી પતતાં જ જનતા પર મોંઘવારીનો સરકારે ડામ ઝિક્યો

ભાવવધારા ને લઈ સરકાર સામે સૂત્રોચ્ચાર કરતાં જિ.પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરાઈ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા પૂર્ણ થતાં જ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઝીંકાયેલા તોતિંગ વધારા સામે વિપક્ષ કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરવા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે ઉગ્ર અને આક્રમક વિરોધ પ્રદર્શન સાથે સિધ્ધપુર ચાર રસ્તા બેસી વાહનો નો ચકકાજામ કરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી જિલ્લા કોગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરો અને વિવિધ પાંખના સક્રિય કાર્યકરો એકત્રિત થયા હતા. ત્યાંથી ભાજપ સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

 ‘મોંઘવારી ઘટાડો’ અને ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી’ જેવા સૂત્રો સાથે કાર્યકરો સિદ્ધપુર ચાર રસ્તા પહોંચ્યા હતા અને ત્યાં રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના કારણે વાહનવ્યવહાર ખોરવાતાં પોલીસે તાત્કાલિક એક્શન લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખ સહિતના આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા.વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર કીન્નાખોરી અને ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતની ભોળી પ્રજાને ભોળવીને ખોબે-ખોબે મત મેળવ્યા અને હવે ચૂંટણી પૂરી થતાં જ ભેટ સ્વરૂપે આ તોતિંગ ભાવવધારો ઝીંકી દીધો છે. મોંઘવારી અને બેરોજગારીથી આમ જનતા અને મધ્યમ વર્ગની કેડ ભાંગી ગઈ છે. જો સરકાર તાત્કાલિક ધોરણે આ ભાવવધારો અંકુશમાં નહીં લાવે તો આગામી સમયમાં કોંગ્રેસ  લોકોને સાથે રાખીને રસ્તા પર ઉતરીને વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી આપી હતી.

સંબંધિત સમાચાર