રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા24 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ : પારો ગગડીને 8.4 ડિગ્રીએ પહોંચ્યો

ડીસામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ : પારો ગગડીને 8.4 ડિગ્રીએ પહોંચ્યો
ઉત્તર ભારતના ઠંડા પવનોની અસર: વહેલી સવારથી જ માર્ગો સુમસામ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસામાં શનિવારે ઠંડીનો પ્રકોપ ચરમસીમાએ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં થઈ રહેલા સતત ઘટાડા વચ્ચે આજે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 8.4 ડિગ્રીએ પહોંચી જતાં ચાલુ સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. કાતિલ ઠંડી અને સુસવાટા મારતા ઠંડા પવનોને કારણે સમગ્ર શહેર અને પંથક ઠુંઠવાઈ ગયું છે.​શનિવારે વહેલી સવારથી જ હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. સામાન્ય રીતે ધમધમતા રહેતા શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં સવારના 9 વાગ્યા સુધી પાંખી હાજરી જોવા મળી હતી. મોર્નિંગ વોક માટે નીકળતા લોકો પણ આજે ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને મર્યાદિત સંખ્યામાં જોવા મળ્યા હતા ​ઠંડીથી બચવા માટે લોકોએ ઠેર ઠેર તાપણાનો સહારો લીધો હતો. ગ્રામીણ વિસ્તારો અને મજૂર વર્ગમાં વહેલી સવારે લાકડાં અને કચરો સળગાવી ઠંડી ઉડાડવાના દ્રશ્યો સામાન્ય બન્યા હતા. બજારમાં ગરમ કપડાં, સ્વેટર અને જેકેટના વેચાણમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.​વધતી જતી ઠંડીની અસર માત્ર માનવજીવન પર જ નહીં, પરંતુ ખેતી અને પશુપાલન પર પણ જોવા મળી રહી છે. રવિ પાક માટે આ ઠંડી અનુકૂળ ગણાય છે, પરંતુ પારો વધુ નીચે જતાં ઝાકળ પડવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. બીજી તરફ, અબોલ પશુઓને ઠંડીથી બચાવવા માટે પશુપાલકોએ કોથળા અને તાડપત્રીના શેડ બનાવી રક્ષણ આપવાની ફરજ પડી છે. ​હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું જોર વધ્યું છે, જેની સીધી અસર બનાસકાંઠામાં જોવા મળી રહી છે. આગામી 48 કલાકમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની અને લઘુત્તમ પારો નીચે જવાની શક્યતા વર્તાઈ રહી છે.          

સંબંધિત સમાચાર