રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચોરીવાડ દૂધ મંડળીના 50 વર્ષ પૂર્ણ: સાબર ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં ઉજવાયો સુવર્ણ જયંતિ મહોત્સવ

ચોરીવાડ દૂધ મંડળીના 50 વર્ષ પૂર્ણ: સાબર ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં ઉજવાયો સુવર્ણ જયંતિ મહોત્સવ

સહકારના પાયા પર ઉભેલી આપણી શ્વેતક્રાંતિને વધુ મજબૂત બનાવતા, ઈડર તાલુકાની 'ધી ચોરીવાડ ગ્રુપ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.' ના ૫૦ વર્ષની સફળ સફર નિમિત્તે આયોજિત 'સુવર્ણ જયંતિ મહોત્સવ' માં સાબર ડેરીના ચેરમેન માનનીય શામળભાઈ બી.પટેલ વિશેષ ઉપસ્થિત રહી પશુપાલકોને સંબોધન કર્યું હતું.

ચેરમેન પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે, મંડળીની ૫૦ વર્ષની મજબૂત મજલ એ પશુપાલકોના પરિશ્રમ અને સહકારનું પરિણામ છે. ૨૦૨૦-૨૧ના વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રગતિશીલ પશુપાલકોને ચેરમેનના હસ્તે પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે સાબર ડેરીના વાઇસ ચેરમેન, ડિરેક્ટરઓ,એમ.ડી.તથા સહકારી આગેવાનો, કર્મચારીઓ તેમજ ચોરીવાડ દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યઓ અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.

સહકાર અને શ્રદ્ધાના જોરે ચોરીવાડ દૂધ મંડળી આગામી સમયમાં પણ શ્વેત ક્રાંતિના મિશનમાં સહભાગી થઈ નવી ઊંચાઈઓ સર કરે તેવી સાબર ડેરી પરિવાર વતી શુભકામનાઓ.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#sabarkantha#Sabar Dairy

સંબંધિત સમાચાર