રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા16 સપ્ટેમ્બર, 2026| Super Admin

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ ચાની બંધ ફેક્ટરીમાંથી રોકડ રકમની ચોરી

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ ચાની બંધ ફેક્ટરીમાંથી રોકડ રકમની ચોરી

ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ઊંઝા તાલુકાના ઉનાવાથી ઊંઝા તરફ જવાના રસ્તા ઉપર એપીએમસી ઉનાવાની બાજુમાં આવેલ પટેલ ટી પેકર્સ ચાની બંધ ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હતા. ઓફિસની બારીના કાચ કાઢી અને બારીનો લોખંડનો સળિયો બળ પ્રયોગથી તોડી ઓફિસની અંદર પ્રવેશ કરી ટેબલના ડ્રોઅરમાંથી રૂ 52450 રોકડ રકમની ચોરી કરી લઈ જતા ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા શહેરમાં આવેલ પાર્વતી નગર સોસાયટીમાં રહેતા નૈતિક દીપકભાઈ પટેલ ઉનાવા ખાતે ચાની ફેક્ટરી ધરાવે છે. જેમાં ઉનાવાથી ઊંઝા તરફ જવાના રસ્તા ઉપર એપીએમસી ઉનાવાની બાજુમાં આવેલ પટેલ ટી પેકર્સ ચાની બંધ ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને બારીનો લોખંડનો સળિયો બળ પ્રયોગથી તોડી કોઈ અજાણ્યો ઇસમ ઑફિસની અંદર પ્રવેશ કરી ઓફિસની અંદર ટેબલના ડ્રોઅરમાંથી રૂ 52450 રોકડ રકમની ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે નૈતિકભાઈના નિવેદને આધારે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર